મુસ્તાક દલ/જામનગર : શહેર અને જિલ્લામાં પણ કોરોનાની મહામારી એ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે હાલ દરરોજ 300 થી 400 જેટલા કોરોના પોઝિટિવ કેસ જામનગરમાં નોંધાઈ રહ્યા છે. સંખ્યાબંધ દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે. જેના પગલે સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ ચૂકી છે. એક પણ બેડ ખાલી નથી અને મોટાભાગના દર્દીઓને ઓક્સીજનની જરૂરિયાત રહેતી હોય ત્યારે હાલ હવે હોસ્પિટલ હાઉસફુલ થતા લોકો હોમ આઈસોલેટેડ થઈ ઓક્સિજન સહિતની સારવાર લઇ રહ્યા છે. એવા સમયે જામનગર શહેરમાં ઓક્સિજનની ભારે અછત જોવા મળી રહી છે. જેના પગલે ઝી 24 ની કલાક ટીમ દ્વારા જામનગરમાં ઓક્સિજન ની અછત અંગે રિયાલિટી ચેક કરવામાં આવ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5000 રેમડેસિવિર ઇન્જેક્શન ક્યાંથી આવ્યા? સી.આર પાટીલ અને ડ્રગ્સ કમિશ્નરને હાઇકોર્ટે ફટકારી નોટિસ


જામનગર શહેરના ત્રણ દરવાજા પાસે આવેલ ઇન્ડિયન ગેસ એજન્સીમાંથી આખા જામનગરમાં હોમ આઇસોલેટેડ થતા તેમજ ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન પૂરું પાડવા આવે છે. ત્યારે હાલ ઓક્સિજન બાબતે લોકોને વેઇટિંગમાં રહેવું પડે છે. બે થી ત્રણ દિવસે ઓક્સિજનનો બાટલો મળે તો મળે બાકી ઓક્સિજન પણ મળતું નથી. આ ઉપરાંત જરૂરિયાત કરતાં વધારે માંગ હોવાના કારણે ઓક્સિજન સંચાલકો પણ દુવીધામાં મુકાયા છે. એવા સમયે જામનગરમાં ઝી 24 કલાકના રિયાલિટી ચેક દરમિયાન ઓક્સિજનની ભારે અછત જોવા મળી રહી છે. જેના કારણે કોરોના દર્દીઓ ભારે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube