અતુલ તિવારી/અમદાવાદ :17 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલમાં બીજા માળે આવેલી B-2 વોર્ડના છતમાં લગાવાયેલી POP તૂટી પડી છે. સદભાગ્યે આ ઘટનામાં કોઈ દર્દીને ઈજા પહોંચી ન હતી. B-2 વોર્ડના છતમાં લગાવાયેલી 5 ફૂટ જેટલી POP તૂટી પડતા તાત્કાલિક તમામ દર્દીઓને હોસ્પિટલના 5માં માળે ખસેડાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ગાંધીનગરનો સ્થાપના દિન - સરકારી વેબસાઈટ હજુ ય પાટનગરને ગાંધીજીની જન્મભૂમિ માને છે!


ઉલ્લેખનીય છે કે, રૂપિયા 750 કરોડમાં અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત SVP હોસ્પિટલને 18 જાન્યુઆરીથી દર્દીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. હોસ્પિટલ શરૂ કરવામાં આવી ત્યારે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોવાનો દાવો કરાયો હતો. તો સાથે જ પેપરલેસ હોસ્પિટલ બનાવાઈ હતી. પરંતુ હોસ્પિટલ બન્યાના માત્ર 7 મહિનામાં જ છતમાં લગાવાયેલી POP તૂટી જતા હોસ્પિટલમાં થયેલી કરોડોની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :