• ગાંધીજીનો જે પોરબંદરમાં જન્મ થયો હતો, તે પોરબંદરમાં જ સ્મૃતિ ભવનના ગ્રંથાલય અને સંગ્રાહલયની યોગ્ય જાળવણી થઈ નથી રહી

  • ગાંધીજીના ગામમાં જ ગાંધીજીની જાણે ઉપેક્ષા થઈ રહી હોય તેમ હાલ આ ગાંધી સ્મૃતિ ભવન ફક્ત શોભાના ગાંઠિયા સમાન બની ગયુ


અજય શીલુ/પોરબંદર :પોરબંદરમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલું ગાંધી સ્મૃતિ ભવન ખંડેર સ્થિતિમાં છે. ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. જેમને આકર્ષવા અને ગાંધીજીના જીવન વિશે માહિતી આપવા માટે ગાંધી સ્મૃતિ ભવન ખાસ બનાવવામાં આવ્યું હતું. અહીં ગાંધીજી (Gandhi) ની દુર્લભ તસવીરો અને યાદગાર પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. સાથે જ ગ્રંથાલયમાં ગાંધીજીના જીવન પર આધારિત પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. સ્મૃતિભવનના લોકાર્પણ બાદ તેનું સંચાલન રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગને સોંપવામાં આવ્યું છે. પરંતુ આજે આ સ્મારક ખાલી શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે. ગ્રંથાલયમાં પણ સ્ટાફ ન હોવાથી પુસ્તકો કબાટની બહાર જ નથી આવ્યા. સિક્યોરિટી માટે પણ કોઈને નથી રાખવામાં આવ્યા. ગાંધીજીના જીવનને પ્રવાસીઓ જાણી શકે તેના માટે વર્ષ 2016માં થ્રીડી લેસર શો કાર્યરત કરવામાં આવ્યો હતો. જેની પાછળ અંદાજે 2 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ કે ભાગ્યે જ ચાલુ જોવા મળે છે. ગાંધી સ્મારકની આ સ્થિતિ જોઈ ગાંધીવાદીઓ દુઃખી છે અને સ્મારકનું ફરી સમારકામ થાય તેવી માંગ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધી જન્મભૂમી તરીકે વિશ્વભરમાં જાણીતા પોરબંદર (Porbandar) માં દેશ-વિદેશનાં પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓને આકર્ષવા માટે કરોડો રૂપિયાના ખર્ચે વિલા સર્કિટ હાઉસ નજીક ગાંધી સ્મૃતિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતુ. જેનુ ઉદઘાટન ગુજરાતનાં તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. પરંતુ ખૂબ જ દુખની વાત એ છે કે, ગાંધીજીનો જે પોરબંદરમાં જન્મ થયો હતો, તે પોરબંદરમાં જ સ્મૃતિ ભવનના ગ્રંથાલય અને સંગ્રાહલયની યોગ્ય જાળવણી થઈ નથી રહી. ગાંધી સ્મૃતિ ભવન હાલ ખંઢેર હાલતમાં ફેરવાઈ ગયું છે. તો ગાંધીજી (Gandhiji) ના જીવન પર આધારિત કરોડોના ખર્ચે બનેલ લેસર શો પણ બંધ હાલમાં જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો : પ્રેમીએ વારંવાર શરીર સુખ માણીને છોડી દીધી, સાત પાનાની સ્યૂસાઈડ નોટ લખી વિદ્યાર્થીનીની આત્મહત્યા


રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિમાં ગાંધી જન્મસ્થળની મુલાકાતે દેશ-વિદેશનાં પ્રવાસીઓ આવતા હોય છે. જેથી રાજ્ય સરકારે પ્રવાસીઓને આકર્ષવા માટે ચોપાટી નજીક અનેક વાદ-વિવાદો બાદ ગાંધી સ્મૃતિભવનનું નિર્માણ કર્યું હતુ. આ સ્મૃતિ ભવનના સંગ્રાહલયમાં ગાંધીજીની કેટલીક દુર્લભ તસ્વીરો તેમજ યાદગાર પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. તો ગ્રંથાલયમાં ગાંધીજીના જીવન પર આધારિત પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. સ્મૃતિ ભવનના લોકાર્પણ બાદ સ્મૃતિભવનનું સંચાલન રાજ્ય સરકારનાં યુવા અને સાંસ્કૃતિક વિભાગને સોંપવામાં આવ્યું છે. પરંતુ ગાંધીજી (Gandhi) ના ગામમાં જ ગાંધીજીની જાણે ઉપેક્ષા થઈ રહી હોય તેમ હાલ આ ગાંધી સ્મૃતિ ભવન ફક્ત શોભાના ગાંઠિયા સમાન બની ગયુ છે. કારણ કે, કોઈપણ પ્રકારની જાળવણી આ સ્મૃતિ ભવન ખાતે થઈ નથી રહી. સ્ટાફના અભાવે આજ દિન સુધી ગ્રંથાલયના કબાટમાં રહેલ ગાંધીજીના પુસ્તકો બહાર જ નથી આવ્યા. એટલે કે કબાટનું તાળુ જ નથી ખૂલ્યુ. તો કેટલીક જગ્યાએ કબાટ ખરાબ થઈ જતા પુસ્તકોને બહાર રાખી મૂકવામા આવ્યા છે. કોઈ લાયબ્રેરિયન, કોઈ સિક્યુરીટી ગાર્ડ પણ ન હોવાથી હાલ આખુ સ્મૃતિ ભવન રામ ભરોસે જોવા મળ્યું છે. ગાંધી સ્મૃતિ ભવનનો યોગ્ય રખરખાવ કરવામા આવે તેવી શહેરના ગાંધીવાદીઓ દ્વારા માંગ કરવામા આવી છે.


આ પણ વાંચો : ઊમિયાધામમાં માથુ ટેકવીને નરેશ પટેલે કહ્યું, આજની બેઠકનો કોઈ રાજકીય હેતુ નથી



ગાંધીવાદી નરતોમ પલાણ જણાવે છે કે, પોરબંદર ચોપાટી નજીક આવેલ આ ગાંધી સ્મૃતિ ભવન ખાતે પ્રવાસીઓ ગાંધીજી (gandhi assassination) ના જીવનને જાણી શકે તે વર્ષ 2016માં થ્રીડી લેસર શો પણ કાર્યરત કરાયો હતો. અંદાજે 2 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ આ લેસર શો શરૂઆતમાં થોડો સમય કાર્યરત રહ્યો હતો. બાદમાં છેલ્લા ઘણા સમયથી ચાલુ-બંધ હાલમાં જોવા મળી રહ્યો છે. આ લેસર શો પાછળ પણ જે રીતે મોટો ખર્ચ કરવામાં આવ્યો છે તે પ્રમાણે તેનો લાભ પ્રવાસીઓને મળી શક્યો નથી. છેલ્લે 2018થી પાલિકા પાસે આ લેસર શોની જવાબદારી હોવાથી પાલિકા દ્વારા સબ સલામત હોવાના દાવાઓ કરાઈ રહ્યા છે. પરંતુ હકીકતે આ લેસર શો માટેની મશીનરી વારંવાર બંધ થઈ જતી હોવાથી છેલ્લા ઘણા સમયથી લેસર શો બંધ હાલતમાં જ જોવા મળી રહ્યો છે. પાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ લેસર શો ફરી શરૂ કરવા માટેની કાર્યવાહી થઈ રહી હોવાનુ જણાવ્યું હતું.


આ પણ વાંચો : સગાવ્હાલા માટે ટિકિટ માંગનારા નેતાઓનો પાટીલે એક ઝાટકે છેદ ઉડાવી દીધો, જાણો શું કહ્યું 



સમગ્ર દુનિયા જેને વિશ્વવિભૂતિ માનવામાં ગણે છે, તેવા ગાંધીજી (Gandhiji) ના જન્મસ્થળ ખાતે આવેલ તેમના સ્મૃતિ ભવનની હાલત દયનીય જોવા મળી રહી છે. ત્યારે કરોડો રૂપિયા ખર્ચીને નિર્માણ કરાયેલ આ ગાંધી સ્મૃતિ ભવનના સુચારુ સંચાલન માટે સરકાર આ સ્મૃતિભવન ખાતે પુરતા પ્રમાણમાં સ્ટાફ અને યોગ્ય જાળવણી પણ કરે તે જરુરી છે. કારણ કે, તંત્રની બેદરકારીના કારણે ખંઢેર હાલતમાં ફેરવાયેલ આ ગાંધી સ્મૃતીભવનની હાલતને જોઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે ગાંધી નિર્વાણ દિન હોય ત્યારે ખરા અર્થમાં આજના દિવસથી જવાબદારતંત્ર આ ગાંધી સ્મૃતિભવનની જાળવણી કરી તેમની યોગ્ય મરામત્ત માટે કામગીરી કરે તે જ ગાંધીજીની આજના દિવસે સાચી શ્રદ્ધાજંલી આપી ગણી શકાશે.