એટલે તો લોકો કહે છે કે, પ્રેમ આંધળો હોય છે...પ્રેમીને પૈસાની જરૂર પડતાં પ્રેમિકાએ પોતાના જ ઘરમાં ચોરી કરાવી!
પોરબંદર એલસીબીએ આ મામલે નોંધાયેલ ફરિયાદને લઈને તાત્કાલીક તપાસ હાથ ધરતા આરોપી ચોરેલા દાગીના વહેચે તે પૂર્વે જ આરોપી પ્રેમી તથા તેને મદદ કરનાર પ્રેમીકાને પોલીસે ઝડપી પાડ્યા છે.
અજય શીલુ/પોરબંદર: કહેવાતા પ્રેમમાં લોકો એટલી હદે અંધ બની જતા હોય છે કે જેની લોકો કલ્પના ન કરી શકે..આવો જ એક બનાવ પોરબંદરમાં સામે આવ્યો છે જ્યા પ્રેમીને પૈસાની જરૂર ઉભી થતા ખુદ પ્રેમિકાએ પોતાના ઘરમાં જ ચોરી કરાવી...પોરબંદર એલસીબીએ આ મામલે નોંધાયેલ ફરિયાદને લઈને તાત્કાલીક તપાસ હાથ ધરતા આરોપી ચોરેલા દાગીના વહેચે તે પૂર્વે જ આરોપી પ્રેમી તથા તેને મદદ કરનાર પ્રેમીકાને પોલીસે ઝડપી પાડ્યા છે.
અંબાલાલની 'ભારે' આગાહીઃ આ વિસ્તારોમા પડશે એક બે નહીં 10 ઈંચ વરસાદ, મેઘતાંડવની ચેતવણી
પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં આવતા લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા ફરિયાદી પારુલ રાકેશ જાદવે ગત તારીખ 18 ઓગષ્ટ 2024ના રોજ તેમના ઘરમાં ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.જેમાં સોનાની બંગડી નંગ-4,ચેઈન નંગ-1 તથા ચાંદીની લગડી નંગ-5 તથા રોકડ 5510 રૂપિયાની ચોરી થયાની કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુનાનો ભેદ ઉકેલવા અલગ અલગ ટીમો બનાવી પોરબંદર એલ.સી.બી.એ સી.સી.ટી.વી કેમેરા તથા હ્યુમન સોર્સીસના આધારે બનાવના ગણતરીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળ થયા હતા.
ગુજરાત પોલીસને મળશે વિશેષ સત્તા! નશાબંધી સુધારા બિલ ગૃહમાં પાસ, શું છે નવી જોગવાઇઓ?
એલસીબીએ ખાનગી રાહે હકીકત મળેલ કે, શરીરે વાદળી કલરનું ટીશર્ટ તથા કાળા કલરનું નાઇટ પેન્ટ પહેરેલ એક ઇસમ કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના લક્ષ્મીનગર વિસ્તારમાં બનેલ ઘરફોડ ચોરીના ચોરીમાં ગયેલ સોનાની બંગડીઓ તથા સોનાનો ચેઇન તથા ચાંદીની લગડીઓ લઈને વેચવા માટે જઈ રહેલ છે. આ હકીકત મળતા તુરત જ હકીકતવાળી જગ્યાએ જઈ વોચ ગોઠવતા ઉપરોકત હકિકતના વર્ણનવાળો ઇસમ મળી આવેલ જેથી તેની અંગ જડતી કરતા આ ઇસમના પેન્ટના ખિચામાંથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી આવેલ.આરોપીનુ નામ પુછતા તેણે પોતાનુ નામ ઉદય દીલીપ જેઠવા ઉ.વ.22 હોવાનું જણાવ્યુ હતું.
એ હાલો...આવી ગયા યુનાઈટેડ વેના પાસ, દુનિયાના નંબર-1 ગરબામાં હિલોળે ચઢવાના હજારો રૂ
આરોપીને તેની પાસેથી મળી આવેલ મુદ્દામાલ અંગે પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને જણાવેલ કે,પોતાને પૈસાની જરૂરત હોય જેથી આ મામલે જેઓ ફરિયાદી છે તેમની પુત્રી અને આરોપીની પ્રેમીકા પલક જાદવ સાથે મળી તેના ઘરમાં ચોરી કરવાનું નક્કી કરેલ હતું. આરોપીએ પલક સાથે તેના ઘરે જઈ ઘરમાં ચોરી કરી આ સોનાના દાગીના તથા ચાંદીની લગડીઓ તેમજ રોકડની ચોરીને અંજામ આપ્યો હતો. પોરબંદર એલસીબીએ આ મામલે સીસીટીવી સહિતની મદદથી આરોપી અને તેની પ્રેમીકાને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.આરોપીને પૈસાની જરુરીયા હોય તેથી તેણે પ્રેમિકા સાથે મળીને આ રીતે ચોરીને અંજામ આપ્યો હતો તેમ સીટી ડિવાયએસપી જણાવ્યુ હતુ.
ભાવુક ક્ષણ: કન્યાદાનનું સ્વપ્ન સેવતા પિતાએ બ્રેઇન્ડેડ દીકરી જીનલનું કર્યું અંગદાન
આજના સમયમાં યુવા પેઢી કહેવાતા આવા કથિત પ્રેમમાં કેટલી હદે આંધળા બની જતા હોય છે, તેનો જીવતો જાગતુ ઉદારણ પોરબંદરનો આ બનાવ છે. મહેનતથી પૈસા કમાવવાને બદલે આ રીતે પૈસા વાપરવાના ચક્કરમાં હાલ તો આરોપી પર ગાળીયો કંસાયો છે. પોલીસે આરોપી પ્રેમી અને તેની પ્રેમીકા બંન્ને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. અગાઉ આરોપીએ આ રીતો કોઈ ચોરી કરી છે કે કેમ તે સહિતની દિશાઓમાં પણ તપાસ હાથ ધરાશે.