પોરબંદર શિક્ષણ સંઘ, વિદ્યાર્થી સંગઠન અને વાલીઓએ પ્રાથમિક શાળાઓના મર્જનો કર્યો વિરોધ
પોરબંદરની પ્રાથમિક શાળાઓને અને જિલ્લાની કન્યા પ્રાથમિક શાળાઓને મર્જ કરવા કવાયત હાથ ધરાઈ છે. લાંબા સમયથી આ અંગે ગતિવિધિઓ ચાલતી હતી. જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓની યાદી સાથે ટીપીઓને તપાસ અહેવાલ રજુ કરવા જણાવતો પત્ર પાઠવ્યો હતો.આ પત્રને લઈને પોરબંદર જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ અને વાલીઓ તેમજ ગામના આગેવાનોએ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે.
અજય શીલુ,પોરબંદર: પોરબંદરની પ્રાથમિક શાળાઓને અને જિલ્લાની કન્યા પ્રાથમિક શાળાઓને મર્જ કરવા કવાયત હાથ ધરાઈ છે. લાંબા સમયથી આ અંગે ગતિવિધિઓ ચાલતી હતી. જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓની યાદી સાથે ટીપીઓને તપાસ અહેવાલ રજુ કરવા જણાવતો પત્ર પાઠવ્યો હતો.આ પત્રને લઈને પોરબંદર જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ અને વાલીઓ તેમજ ગામના આગેવાનોએ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે.
આ મુદ્દે પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુઆત કરવા માટે મોટી સંખ્યામાં જે તે શાળાના શિક્ષકો અનેવાલીઓને અને સરપંચોને સાથે વિદ્યાર્થી સંગઠન તેમજ શૈક્ષિક મહાસંઘ દ્વારા પ્રાથમિક શિક્ષણાધિકારીને સરકારના 2011 પ્રાથમિક શાળાઓ વિલીનીકરણ કરવાની નિતી અંગેના ઠરાવ અનુસાર 100થી ઓછી સંખ્યા હોય તેવી શાળાઓ વિલીનીકરણ કરી શકાય તેવુ ઠરાવમાં જણાવાયુ છે પરંતુ જિલ્લામાં જે 26 શાળાઓ મર્જ કરવાની યાદી અપાઈ છે તેમાંથી 18 જેટલી શાળાઓમાં તો 100થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો મર્જ ન કરી શકાય તેવુ પોરબંદર જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રમુખ તેમજ જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ દ્વારા જણાવી શાળાઓ મર્જ ન કરવામાં આવે તેવી માંગ કરી હતી.
26 શાળાઓની યાદી સાથે પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ટીપીઓને જે પત્ર લખવામાં આવ્યો છે તેમાંથી શાળાઓ વચ્ચે અંતરની વાત કરીએ તો મોટા ભાગની શાળાઓ 100 મીટરથી લઈને 500 મીટરમાં આવેલ છે તેમજ સંત ત્રિકમાચાર્ય શાળાને જે રાંઘાવાવ શાળામાં મર્જ કરવાનુ યાદીમાં જણાવવામં આવ્યુ છે તે રાંઘાવાવ શાળા ત્યાથી દોઢ કિલોમીટર જેટલા અંતરે આવેલી છે તેથી વિદ્યાર્થીના વાલીઓ દ્વારા આ અંગે રજુઆત કરી હતી તો મોઢવાડા ગામના સરપંચોએ તેમના ગામની કુમાર અને કન્યા પ્રાથમિક શાળા મર્જ કરવા મુદ્દે શિક્ષણાધિકારીને રજુઆત કરી વિરોધ નોંધાવ્યો હતો.પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુઆત કરવા પહોંચેલ તમામ લોકો એ એકજ માંગ કરી હતી જે રીતે શાળાઓ ચાલી રહી તેમ રાબેતા મુજબ ચાલુ રાખવા દેવામાં આવે અને મર્જ કરવાની જે વિચારણા ચાલી રહી છે તે પડતી મુકવામાં આવે.
શાળા મર્જ કરવાના વિરોધ મુદ્દે તમામ રજુઆતને સાંભળ્યા બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એવુ જણાવ્યુ હતુ કે,જે શાળા મર્જ કરવાનો પ્રશ્ન છે તે વાસ્તવમાં જિલ્લા શિક્ષણ સમિતિની છેલ્લે બેઠક મળી હતી ત્યારે એવુ નક્કી કરવામાં આવ્યુ હતુ કે,કુમાર અને કન્યાની શાળાઓ એક જ ગ્રાઉન્ડમાં હોય તો ત્યાનાી સુવિધાઓ કેવી છે તે બધુ ધ્યાનમાં રાખી પ્રાથમિક ધોરણે સમિતિ એવો નિર્ણય લીધો છે કે આવી શાળાઓ મર્જ થઈ શકે કેમ તે અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી યોગ્ય તપાસ કરી રીપોર્ટ આપે તેને લઈને આવી શાળાઓ અંગે તપાસ રીપોર્ટ માંગવામાં આવ્યો છે હાલમાં શાળાઓ મર્જ કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
પોરબંદર જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા 26 પ્રાથમિક શાળાઓને મર્જ કરવા જે વિચારણા ચાલી રહી છે તેને લઈને શાળાના વાલીઓ અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તેમજ વિદ્યાર્થી સંગઠન દ્વારા આ મુદ્દે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આટલા વિરોધને જોતા આગામી દિવસોમાં શાળા મર્જ કરવા મામલે શિક્ષણ સમિતિ દ્વારા શુ નિર્ણય લેવામાં તે જોવુ રહ્યુ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube