Porbandar Gujarat Chunav Result 2022: કોંગ્રેસના અર્જૂન મોઢવાડિયાએ ભાજપના બાબુભાઈ બોખીરિયાને 8181 મતથી હરાવી દીધા. ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ હતો. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર હતી. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તેના પર સમગ્ર દેશની નજર હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 Porbandar  Gujarat Chunav Result 2022:  પોરબંદર વિધાનસભા બેઠક
મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તરીકે વિશ્વવિખ્યાત પોરબંદરનું રાજકીય રીતે એટલું જ મહત્વ છે.  ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને જે ચાર બેઠકો મેળવી એમાંથી એક વિઠ્ઠલભાઈની બેઠક હતી. એ દર્શાવે છે કે વિઠ્ઠલ રાદડિયા આ બેઠક પર મહત્વનું પરિબળ છે. હાલ જયેશ રાદડિયાએ આ બેઠક પર પોતાની વોટબેંક પર મજબૂત પકડ જાળવી રાખી છે.પોરબંદર બેઠક પર મોટા ભાગે પાટીદારો અને ખારવા સમાજના મતદારોનું આગવું પ્રતિનિધિત્વ છે. તેથી આ બંને સમાજને સાથે રાખી અહીં ચૂંટણી જંગ ખેલવો દરેક પક્ષ માટે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. અહીં કુલ મતદારોની સંખ્યા 2,65,274 જેટલા છે. 


2022ની ચૂંટણી
આ વખતની ચૂંટણીમાં ભાજપમાથી બાબુ બોખીરીયા કોંગ્રેસમાથી દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયા અને આપમાથી જીવન જુંગીને ચૂટણી મેદાને ઉતાર્યા છે. 


2017ની ચૂંટણી
2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ મેદાનમાં ઉતારેલા ઉમેદવાર સ્થાનિક પ્રભુત્વ ધરાવતી મેર કોમ્યુનિટીના બાહુબલી નેતાઓ હતા. અનેક વખત એકબીજાની વિરુદ્ધ ચૂંટણીમાં ઉતરેલા પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડીયા અને રાજ્યના પાણી સંશાધન અને ખેતીવાડી પ્રધાન બાબુભાઈ બોખિરિયા ફરી એકવાર ચૂંટણીના મેદાનમાં આમને સામને આવ્યા હતા. જેમાં ભાજપના બાબુભાઈ બોખિરિયાની 1855 મતોથી માર્જીનથી  ભવ્ય જીત થઇ હતી.


2012ની ચૂંટણી
2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના બાબુ બોખીરીયાએ કોંગ્રેસના અર્જૂન મોઢવાડિયા સામે 17,146ના મતોથી વિજય થયો છે.