અજય શીલુ/પોરબંદર :પોરબંદર (Porbandar) ના રાણાવાવની હાથી સિમેન્ટ ફેક્ટરીમાં ગઈકાલે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હાથી સિમેન્ટ (Hathi Cement) ફેકટરીમાં પિસ્તાલીસ ફુટ ઉંચી ચીમનીમાં રીપેરીંગ કામ ચાલતું હતું. રીપેરીંગ કામ માટે ચીમનીના અંદરના ભાગમાં માંચડો બાંધવામાં આવ્યો હતો. આ માંચડો એકાએક ધડાકાભેર તુટી પડતાં અંદર રીપેરીંગ કામ કરતા 6 મજૂરો દટાયા હતા. જેમાંથી ત્રણને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે મોતનો આંકડો 3 પર પહોંચ્યો છે. રાણાવાવમાં આવેલી સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીની ફેક્ટરીનું સંચાલન અભિનેત્રી જુહી ચાવલા (Juhi Chawla) ના પતિ જય મહેતા (Jay Mehta) હસ્તક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોરબંદર જિલ્લાના રાણાવાવમાં મહેતા ગૃપ દ્વારા સંચાલીત સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ કંપનીમાં ગંભીર અકસ્માતના મામલામાં 3 શ્રમિકોના મોત નિપજ્યા છે. જ્યારે 3 શ્રમિકો ઇજાગ્રસ્ત બનતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગઇકાલે બનેલી આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો હાથી સિમેન્ટના નામે જાણીતી આ કપંનીની અંદર 85 ફૂટ જેટલી ઉંચાઈ ધરાવતી ચીમનીનું સમારકામ ચાલી રહ્યુ હતું. ત્યારે આ સમારકામ દરમિયાન 45 ફૂટ જેટલી ઉંચાઈ પર કામ કરતી વેળાએ ઓચિંતો માંચડો ધરાશાયી થયો હતો. તે સમયે અહી કામ કરતા 6 શ્રમિકો એકાએક નીચે પટાકાતા દોડધોમ મચી ગઈ હતી. આ અંગેની જાણ જિલ્લા કલેક્ટરને થતા અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી.


આ પણ વાંચો : ગુજરાતના 108 મંદિરોમાં હવે મસ્જિદની જેમ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડાશે


Gujarat Corona Update: હવે માત્ર 6 જિલ્લા સુધી સિમિત રહ્યા કોરોના કેસ 



45 ફુટ ઊંચી ચીમનીમાં અંદરથી કલર અને રીપેરીંગ કામ કરવા માટે જે માંચડો બનાવ્યો હતો, એ માંચડાના સૌથી ઉપરના ભાગની સ્ટે ફોલ્ડીંગ તુટતાં આખેઆખો માંચડો ઘડાકાભેર અંદર પડ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદર જિલ્લામાં સિમેન્ટ ફેકટરીમાં થયેલી દુર્ઘટના અંગે જિલ્લા કલેકટર સાથે ટેલીફોનીક વાતચીત કરીને માહિતી મેળવી હતી. NDRF ની ટીમ પણ રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ હતી. રેસ્ક્યૂ માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી.