અહો આશ્ચર્યમ! ગુજરાતમાં અહીં ભરશિયાળે માર્કેટિંગ યાર્ડમાં કેરીની હરાજી, 10 કિલોનો ભાવ જાણી લાગશે ધ્રાંસકો!
નાના મોટા સૌ કોઈ ઉનાળામાં સૌથી વધુ જે ફળ આરોગવાની રાહ જોઈને બેઠા હોય છે તે ફળ એટલે ફળોના રાજા એવી કેસર કેરી. રાજ્યમાં ગીરની કેસર કેરી અને હવે પોરબંદર જિલ્લાની સ્થાનિક બિલેશ્વર, ખંભાળા અને કાટવાણાની કેરીની પણ બજારમાં સારી માંગ રહે છે.
અજય શીલુ/પોરબંદર: ફળોના રાજા તરીકે જે ફળની ગણના થાય છે તે કેસર કેરીને આમ તો ઉનાળુ ફળ ગણવામાં આવે છે પરંતુ વાતાવરણમાં બદલાવ કે અન્ય કોઈ કારણોસર આ વખતે ભર શિયાળે આંબામાં કેસર કેરી આવી છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ત્રણ કેરેટ એટલે કે 6 બોક્સ કેસર કેરીની આવક થતા વેપારીઓએ કેરીનું ઉત્સાહભેર સ્વાગત કરીને હરાજી કરવામાં આવી હતી.
પોરબંદરમાં શિયાળામાં કેરીની આવક થતા વેપારીઓ પણ આશ્ચર્યમાં મૂકાયા હતા. સામાન્ય રીતે કેરી ઉનાળાનું ફળ ગણાય છે. પરંતુ ભર શિયાળે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના 6 બોક્સની આવક નોંધાઈ છે. પોરબંદરના બિલેશ્વર અને ખંભાળા સહિતના ગામોમાં આ વર્ષે બે ત્રણ મહિના પહેલા આંબામાં કેરીના મોર જોવા મળી રહ્યા છે. તો કેટલાક આંબામાં તો કેરી પાકી જતા માર્કેટ યાર્ડમાં શિયાળામાં કેસર કેરીની આવક નોંધાઈ છે. ત્રણ કેરેટ કેરી એટલે કે 60 કિલો કેરીની આવક થતા કેસર કેરીની હરાજી કરવામાં આવી હતી.
ભર શિયાળે આવક થતા કેસર કેરીના વેપારીએ ગુલાબ અને પેંડા વેંચીને હરાજી શરૂ કરાવી હતી. જેમાં સાડા ત્રણસો રૂપિયા કિલોથી શરૂ થયેલી હરાજી 501 રૂપિયા ભાવ સુધી પહોંચી હતી. પ્રથમ વખત હરાજીમાં જ કેરીનો 501 રૂપિયા જેટલો ઉંચા ભાવ મળતા વેપારીઓ અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
નાના મોટા સૌ કોઈ ઉનાળામાં સૌથી વધુ જે ફળ આરોગવાની રાહ જોઈને બેઠા હોય છે તે ફળ એટલે ફળોના રાજા એવી કેસર કેરી. રાજ્યમાં ગીરની કેસર કેરી અને હવે પોરબંદર જિલ્લાની સ્થાનિક બિલેશ્વર, ખંભાળા અને કાટવાણાની કેરીની પણ બજારમાં સારી માંગ રહે છે. કેરી એ ઉનાળુ ફળ ગણાય છે અને ઉનાળામાં જ કેરી વેચાણ માટે બજારામાં આવતી હોય છે. આ વખતે વાતાવરણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણોસર ઉનાળાને બદલે ભર શિયાળે આંબામાં કેરીનો ફાલ આવતા કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈને વેપારીઓ સહિત સૌ કોઈ માટે આ બાબતને લઈને ભારે કુતૂહલ સાથે આશ્ચર્ય જોવા મળી રહ્યુ છે.
પોરબંદરના બિલેશ્વર અને ખંભાળા સહિતના ગામોમાં આ વર્ષે બે ત્રણ મહિના પહેલા આંબામાં કેરીના મોર જોવા મળી રહ્યા છે અને કોઈ કોઈ આંબામાં કેરીની આવક થતા આજે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનું આગમન થયુ હતુ. ત્રણ કેરેટ કેરી અટેલે કે 60 કિલો કેરીની આવક થતા કેસર કેરીની હરાજી કરવામાં આવી હતી. ભર શિયાળે કેસર કેરી આવતા કેરીના વેપારીએ ગુલાબ અને પેંડા વેચીને કેરીને આવકારી હતી અને હરાજી વખતે મોટી સંખ્યામાં લોકોના ટોળા વળ્યા હતા. સાડા ત્રણસો રૂપિયા કિલોથી શરૂ થયેલી હરાજી આખરે 501 રૂપિયે કિલો કેરીનો ઉંચો ભાવ બાલાયો હતો અને પ્રથમ વખત હરાજીમાં જ કેરીનો 501 જેટલા ઉંચા ભાવ મળતા વેપારીઓ અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી
પોરબંદર જિલ્લાના બિલેશ્વર,ખંભાળા તેમજ કાટવાણા સહિતના ડેમ કાંઠે આવેલ ગામોની જમીનોને જાણે કે આંબાનો પાક માફક આવી ગયો હોય તેમ છેલ્લા થોડા વર્ષોથી અહીં મબલખ કેસર કેરીનું ઉત્પાદન થાય છે. પોરબંદર જિલ્લાના આ સ્થાનિક ગામોની કેસર કેરીની ગુણવત્તા અને ફળ મોટું હોવાથી સ્થાનિક બજારમાં તેની ભારે માંગ રહેતી હોય છે.
આમ તો દર વર્ષે ઉનાળામાં માર્ચ મહિનાથી કેરીની આવક બજારમાં થતી હોય છે પરંતુ આ વખતે ભર શિયાળે કેસર કેરીની અમુક આંબાઓમાં ફાલ આવતા કેરીનું વાવેતર કરનાર ખેડૂતોમાં પણ આશ્ચર્યમાં મુકાયા છે તો સાથે આટલા મહિના પહેલા કેરીના મોટા ફળ આંબામાં પાકતા ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી રહી છે. બિલેશ્વર ગામથી કેરી લઈને યાર્ડ ખાતે આવેલ ખેડૂતોને આટલા ઉંચા ભાવ આવતા ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી હતી અને ખેડૂતોએ જણાવ્યુ હતુ કે, શિયાળામાં આંબામાં કેરી આવી હોય તેવી આ પ્રથમ વખત ઘટના તેઓના ધ્યાનમાં આવી છે.
કેસર કેરી આવા શબ્દો આપણને ઉનાળામાં બજારોમાં અને યાર્ડ ખાતે સાંભળવા મળતા હોય છે, પરંતુ ભર શિયાળે વેપારીના મુખે હાલો કેસર કેરી લઈ લો શબ્દ સાંભળી લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા, ત્યારે ગ્લોબલ વોર્મિગ કહીએ કે કુદરતની કરામત પરંતુ રાજ્યમાં દેશમાં આટલી વહેલી કેસર કરી આવવાની આ પ્રથમ ઘટના કહીએ તો ખોટું નથી કારણ કે આ પૂર્વે ક્યારેય આટલી વહેલી શિયાળામાં કેરી આવવાનો કોઈ કિસ્સો ક્યારેય બન્યો નથી.