Porbandar News અજય શીલુ/પોરબંદર : ભાજપ શાસિત પોરબંદર છાંયા નગરપાલિકા દેવાના બોજ તળે દબાઈ. નગરપાલિકાના માથે પાણી પુરવઠાનું 61 કરોડનું દેવું છે, તો PGVCLનું પણ 6 કરોડ જેટલું બિલ ચૂકવવાનું હોવાનું સામે આવ્યું છે.નગરપાલિકા પાસેથી નિકળતા લેણા અંગે પાલિકા પુરવઠા વિભાગના અધિક્ષક ઈજનેરે જણાવ્યુ હતુ કે, પોરબંદર છાંયા નગરપાલિકાને 36 MLD પાણી આપવામાં આવે છે. જેમાં નગરપાલિકાનુ આજદિન સુધીનું 61 કરોડ રુપિયાનું પાણીવેરા બિલ બાકી છે. તો PGVCLના અધિક્ષક ઈજનેરે જાણકારી આપતા જણાવ્યુ કે,પોરબંદર છાંયા નગરપાલિકાના અલગ અલગ 186 જેટલા કનેક્શનો આવેલા છે. રેગ્યુલર નોટીસ આપવા છતાં છેલ્લા બે ત્રણ વર્ષથી બિલનુ પેમેન્ટ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યુ નથી. નગરપાલિકા પર ચડી ગયેલા કરોડો રૂપિયાના દેવા મામલે પોરબંદર છાંયા નગરપાલિકાના ચીફ ઓફિસર પોcતાનો બચાવ કરતા જોવા મળ્યાં છે. ચીફ ઓફિસરનો દાવો છે કે વીજબીલ બાબતે પાલિકા દ્વારા સરકાર પાસે લોન માટે દરખાસ્ત કરાઈ છે. તો વેરા બાબતે જણાવ્યું કે વર્ષ 2007થી વેરા રીવાઈસ કરવામાં આવ્યા ન હતા, તે વેરા હાલમાં રીવાઈસ કરવામાં આવ્યા છે અને નવા વેરાના નિયમોને પણ છેલ્લી સામાન્ય સભામાં મંજુરી મળી છે. ત્યારે વડી કચેરી તથા સરકાર સમક્ષ આ અંગેની મંજુરી મળ્યે તેને લાગુ કરવામાં આવશે જેથી આગામી સમયમાં આ પરિસ્થિતિનો હલ આવી જશે તેવો દાવો પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે. 


  • પોરબંદરના નગરજનો રહેજો સાવધાન

  • પોરબંદરમાં છવાઈ શકે છે અંધારપટ!

  • પોરબંદરવાસીઓને તરસે મરવું પડી શકે!

  • તમારી નગરપાલિકાએ ફૂંક્યું મોટું દેવાળું!

  • PGVCL અને પાણી પુરવઠાનું બીલ બાકી

  • કરોડોનું બીલ ભરવા પાલિકા પાસે નથી પૈસા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધી બાપુની જન્મભૂમિ એવા પોરબંદરમાં આગામી થોડા જ સમયમાં અંધાર પટ છવાઈ જાય અને શહેરના લોકોને પાણી માટે વલખાં મારવા પડે તો જરા પણ નવાઈ ન પમાડતાં. કારણ કે પોરબંદરના લોકોએ જેમને સત્તા સોંપી છે તેઓ સત્તાને સારી રીતે સાચવી નથી શક્યા. અને નતો સારો વહીવટ કરી શક્યા. પોરબંદર નગરપાલિકાએ દેવાળું ફૂંકી દીધું છે. અને એટલું દેવાળું ફૂંક્યું છે કે બાકી લેણું ભરવા માટે લોન લેવી પડે તેવી સ્થિતિ આવી પડી છે. પાણી પુરવઠા વિભાગ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપનીનું 68 કરોડ રૂપિયાનું દેવું પોરબંદર છાયા નગરપાલિકા પર ચડી ગયું છે.


  • પોરબંદર નગરપાલિકાએ ફૂંક્યું દેવાળું

  • 61 કરોડ પાણી પુરવઠાને આપવાના બાકી

  • 6 કરોડ PGVCLને આપવાના બાકી

  • જે દેવું નહીં ભરાય તો કપાઈ જશે કનેક્શન 

  • અંધારપટ અને પાણીની સર્જાશે સમસ્યા 


ફડચાં ગયેલી પોરબંદર પાલિકા આટલું અધધ દેવું હાલ ચુકવી શકે તેવી કોઈ જ સ્થિતિ નથી. ન તો પાલિકા પાસે પૈસા છે, નતો પાલિકા આટલા રૂપિયા ચુકવી શકે તેવું કોઈ આગામી આયોજન. ગુજરાતના પાણી પુરવઠા વિભાગને નગરપાલિકા પાસે 61 કરોડ લેવાના બાકી છે. જ્યારે PGVCLને 6 કરોડ લેવાના બાકી નીકળે છે. હવે જો આગામી સમયમાં આ દેવું ચુક્તે નહીં કરવામાં આવે તો પાણી પુરવઠા વિભાગ પાણીની લાઈન કાપી નાંખશે અને વીજ કંપની વીજળીની લાઈન કાપી નાંખશે. પાણી પુરવઠા અને PGVCL વિભાગના અધિકારીઓએ કહ્યું છે કે જાહેર હિતને જોતા પાણી અને વીજળીનું કનેક્શન કાપવું કે નહીં તે વડી કચેરીની ગાઈડલાઈન લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે.


કોના કેટલા બાકી?  


  • ગુજરાતના પાણી પુરવઠા વિભાગને 61 કરોડ લેવાના બાકી

  • PGVCLને પોરબંદર પાલિકા પાસે 6 કરોડ લેવાના બાકી

  • દેવું ચુક્તે નહીં થાય તો પાણી, વીજળીનું કનેક્શન કપાઈ જશે


તો પાલિકાનો સારી રીતે વહીવટ કરવામાં તંદન નિષ્ફળ ગયેલા સત્તાધીશો અને અધિકારીઓ આ મામલે હાલ પોતાનો બચાવ કરી રહ્યા છે. બચાવમાં એવું કારણ આપી રહ્યા છે કે 2007થી વેરા રિવાઈસ કરવામાં આવ્યા નહતા. તે હવે છેલ્લી સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવ્યા છે. સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ વેરામાં વધારો પ્રજા પર લાગુ કરવામાં આવશે. તો કરોડોનું દેવું ભરવા માટે રાજ્ય સરકાર પાસેથી લોનની દરખાસ્ત કરવામાં આવી છે.


પાલિકાએ શું કર્યો બચાવ? 


  • 2007થી વેરા રિવાઈસ કરાયા નહતા તે છેલ્લી સામાન્ય સભામાં કરાયા

  • સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ વેરામાં વધારો પ્રજા પર લાગુ કરાશે

  • દેવું ભરવા માટે રાજ્ય સરકાર પાસેથી લોનની દરખાસ્ત કરવામાં આવી 


દીવા તળે અંધારુ કોને કહેવાય તે જોવું હોય તો પોરબંદર જરૂર જવું પડે. જો આવક અને ખર્ચનો યોગ્ય રીતે વહીવટ કરવામાં ન આવે ત્યારે આ પ્રકારની સ્થિતિ ઉદભવતી હોય છે. સારા વહીવટદાર હોવા ખુબ જરૂરી છે. પરંતુ પોરબંદરમાં તો દીવા તળે અંધારુ છે. હવે જ્યારે સ્થિતિ એકદમ વિકટ બની ગઈ છે ત્યારે વેરા રિવાઈસ કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ જો પહેલા આ કર્યું હોત તો આવી સ્થિતિ ન આવતી. ત્યારે જોવાનું રહ્યું કે ભ્રષ્ટ અને વહીવટ કરવામાં નબળા પુરવાર થયેલા પોરબંદર પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ પ્રજા પર આવી પડેલી આફતમાંથી ક્યારે બહાર કાઢી શકે છે.