Porbandar Police નું ખાસ ઓપરેશન, આરોપીને પકડવા પોલીસને બદલવો પડ્યો વેશ
મધ્ય પ્રદેશના આદિવાસી વિસ્તારમાં આરોપીના વતન બયડામાં પોલીસ પહોંચી પરંતુ ઓળખ છતી થાય તો આરોપીના નાસવાનો ડર ઉભો હતો.
પોરબંદર: પોરબંદર પોલીસને નાસતા ફરતા આરોપીઓની શોધખોળ કરવા અને તેમને પકડીને કાર્યવાહી કરવાનો આદેશ મળતા જ ટોપ 10 લિસ્ટમાં સામેલ રીઢા ગુનેગારોની શોધખોળ હાથ ધરાઈ. અને આ જ શોધમાં પોલીસને મોટી સફળતા મળી. ના માત્ર ઘરફોડ ચોરી પણ લૂંટ વીથ મર્ડર કેસનો નાસતો ફરતો આરોપી પોલીસ સકંજામાં આવ્યો છે. આ સાથે જ અન્ય ગુનાના ભેદ પણ ઉકેલાયા છે.
3 વર્ષ પહેલાના લૂંટ વીથ મર્ડરનો ભેદ ઉકેલાયો
પોરબંદરના બેરણ ગામે આજથી ત્રણ વર્ષ પહેલા 18 ફેબ્રુઆરી 2018એ લૂંટ વીથ મર્ડરની ઘટના બની હતી. આ કેસનો આરોપી રીઢો ગુનેગાર હતો અને નાસતો ફરતો હતો. તેથી પોલીસ સતત તેને શોધી રહી હતી. અચાનક નાસતા ભરતા આરોપીઓને શોધવા પોરબંદર એલસીબીએ કમર કસી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સ દ્વારા મળેલા ઈનપુટના આધારે આરોપીને મધ્ય પ્રદેશના બયડા ગામથી ઝડપી લેવામાં આવ્યો.
Ahemdbad: કંપનીનું Mail ID હેક કરી 94 લાખનો ચોપડ્યો ચૂનો, ટેક્નિકલ જાણી મોંમાં આંગળા નાખી જશો
સ્થાનિકના વેશમાં ફરતી હતી પોલીસ
મધ્ય પ્રદેશના આદિવાસી વિસ્તારમાં આરોપીના વતન બયડામાં પોલીસ પહોંચી પરંતુ ઓળખ છતી થાય તો આરોપીના નાસવાનો ડર ઉભો હતો. તેથી પોલીસે ઓળખ છતી ન થાય માટે સ્થાનિક જેવો પહેરવેશ ધારણ કર્યો અને બે રાત ત્યાં જ રોકાણ કરી આરોપી પારસિંગ આદિવાસીને ઝડપી પાડવામાં આવ્યો.
એક સાથે 8 ગુનાનો ભેદ ઉકેલાયો
35 વર્ષના આરોપી પારસિંગ વિરુદ્ધ ગુજરાતના પોરબંદર મોરબી, રાજકોટ તેમજ મધ્ય પ્રદેશમાં મળીને કુલ 8 જેટલા લૂંટ તથા ધાડના ગુના નોંધાયેલા છે. જેમાં મોટો ગુનો પોરબંદરના બેરણ ગામનો લૂંટ વીથ મર્ડરનો બગવદર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલો હતો. એટલે કે આરોપી ટોપ 10 રીઢા ગુનેગારોની યાદીમાં સામેલ હતો તેથી તેના પર જલદી તવાઈ બોલાવી દબોચી લેવામાં આવ્યો છે.
Vadodara: ડ્રગ્સની ડિલિવરી માટે અમદાવાદ આવેલા બે યુવકોની ધરપકડ, 16 લાખનું ડ્રગ્સ જપ્ત
શ્રમિક તરીકે જઈને લોકોને બનાવતો ટાર્ગેટ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે આરોપી મજૂરી કામ સહિતની છૂટક કામગીરી કરવા જતો અને ત્યાંના જ સ્થાનિકોને ટાર્ગેટ બનાવતો હતો. મોટા ભાગના ગુનામાં તે ઘરફોડ ચોરી અને લૂંટ કરવામાં માહેર છે. તેની સાથે પરપ્રાંતીય સાગરીતો પણ સામેલ છે જે ત્રણેય ફરાર હોવાથી પોલીસ તેની શોધમાં લાગી છે. હાલ પોલીસને આ કોઈ મુદ્દામાલ હાથ લાગ્યો નથી. પણ જલદી આ મધ્ય પ્રદેશની ગેંગના અન્ય સાગરીત સકંજામાં આવી જશે તેવી પોલીસ સેવાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube