પોરબંદરમાં એક તો દુષ્કાળને એમાં અધિકમાસ, સેંકડો લોકોને રોજગારી આપતો ઉદ્યોગ અચાનક બંધ
જિલ્લાના હજારો લોકોને રોજગારી આપતી ઓરીએન્ટ એબ્રેસ્વીસ લીમીટેડ કંપનીએ તમામ પ્રકારની કામગીરી બંધ કરી કંપની બંધ કરવાનો નિર્ણય લઇ કર્મચારીઓને કંપનીમાં ન આવવા અંગેની ગેટ પર નોટિસ લગાવી દેવાતા અહીં નોકરી કરતા હજારો કર્મચારીઓનુ પ્રકાશના પર્વ દિવાળી પૂર્વે જ ભવિષ્ય અંધકાર બની જતા કર્મચારી ભાઈ-બહેનો દ્વારા કંપની ખાતે એકઠા થઈ રામધૂન બોલી વિરોધ નોંધાવ્યો હતો.
પોરબંદર : જિલ્લાના હજારો લોકોને રોજગારી આપતી ઓરીએન્ટ એબ્રેસ્વીસ લીમીટેડ કંપનીએ તમામ પ્રકારની કામગીરી બંધ કરી કંપની બંધ કરવાનો નિર્ણય લઇ કર્મચારીઓને કંપનીમાં ન આવવા અંગેની ગેટ પર નોટિસ લગાવી દેવાતા અહીં નોકરી કરતા હજારો કર્મચારીઓનુ પ્રકાશના પર્વ દિવાળી પૂર્વે જ ભવિષ્ય અંધકાર બની જતા કર્મચારી ભાઈ-બહેનો દ્વારા કંપની ખાતે એકઠા થઈ રામધૂન બોલી વિરોધ નોંધાવ્યો હતો.
નામ માત્રના બે મોટા ઉદ્યોગ ધરાવતા પોરબંદરમાં વર્ષોથી બેરોજગારીનો પ્રશ્ન જોવા મળી રહ્યો છે. પોરબંદરના નાગરિકો પાસે રોજગારીના વિકલ્પ નહીં હોવાથી બેરોજગારીના પ્રશ્ન સતાવી રહ્યો છે. તેમાં પણ દિવાળી થોડા દિવસ પૂર્વે જ પોરબંદરમા અંદાજે 47 વર્ષથી કાર્યરત ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ લીમીટેડ કંપનીએ સત્તાવાર રીતે હાલ પુરતી કંપની બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જે અંગેની કંપનીના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોરને જાણ અર્થે ઓચિંતી જ ગેટ પર નોટિસ પણ લગાવી કંપની બંધ કરી દેવાતા કર્મચારીઓને બેરોજગાર બનાવી દેવાયા છે.
બોક્સાઇટ મટીરીયલ નહીં મળતુ હોવાથી હાલમાં કંપની ચલાવી શકાય તેમ ન હોવાથી કોઈ કર્મચારીઓએ કામ માટે કંપનીની અંદર આવવું નહીં તેવી નોટિસ કંપનીના ગેટ પર લગાવી દેતા હજારો કર્મચારીઓની દિવાળી બગડી છે. રો-મટીરીયલ મળતું ન હોવાનું બાનુ આગળ ધરી કંપની વધુ સમય યલાવવી શક્ય નથી. જેથી ઉદ્યોગ બંધ કરવા મેનેજમેન્ટ દ્રારા ઓચિંતો નિર્ણય લેવાતા કર્મચારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ઓરિએન્ટ એબ્રેસિવ લીમીટેડ કંપનીની બહાર આજે મોટી સંખ્યામાં કર્મચારીઓએ એકઠા થઈ કંપનીના ગેટ બહાર રામધૂન બોલાવી હતી અને ફરીથી કંપની શરુ કરવા માંગ કરી હતી.
પોરબંદમા વર્ષોથી કાર્યરત રહેલી આ ઓરીએન્ટ કંપની દ્રારા હાઇએલ્યુમીના બેઇઝડ મોનોલીથીકસ કાસ્ટેબલ અને મોર્ટર્સ જે સ્ટીલ,સિમેન્ટ,નોન ફેરર્સ મેટલ,કેમિકલ અને પાવર પ્લાન્ટમાં ઉપયોગ લેવાય છે. ઉપરાંત ફયુઝડ એલીમીનીયા એબ્રેસીવ્ઝ ગ્રેઇન્સ જે પીંક, વ્હાઇટ અને બ્રાઉન બનાવવામાં આવે છે. જેનો રીફ્રેકટરી ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ થાય છે તેનુ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઓરીએન્ટ એબ્રેસ્વીસ કંપની બંધ થતાં આ મુદ્દે પોરબંદર કોગ્રેસ આગેવાન રામદેવ મોઢવાડીયાએ એવુ જણાવ્યું હતું કે,સરકારની અનિતિ અને કંપનીની બેધારી નિતિને કારણે આ કંપની બંધ થઈ છે. કંપની દ્વારા કર્મચારીઓને કોઈપણ પ્રકારની મુદ્દત આપ્યા વગર છુટા કરી દેવા તે ગેરકાયદેસર અને કંપની આ રીતે તાત્કાલિક અસરથી બંધ પણ ન કરી શકાય તેવું તેઓએ જણાવ્યું હતું.
પ્રકાશનો પર્વ દિવાળીનો તહેવાર નજીક છે, ત્યારે કંપનીએ ઓચિંતો કંપની બંધ કરવાનો ગેર વ્યાજબી નિર્ણય કરી કંપનીમાં કામ કરતા હજારો કર્મચારીઓના ભવિષ્યને અંધકારમાં ધકેલી દીધા છે. રો મટીરીયલ એવું બોક્સાઇટ ન મળવાનું કારણ આગળ ધરી વર્ષોથી કાર્યરત કંપની બંધ કરવાના નિર્ણય પાછળ અન્ય કોઈ કારણ પણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે આટલા વર્ષોથી રો-મટીરીયલ મળતુ હતું તો હવે અચાનક મટીરીયલ કેમ નથી મળી રહ્યું તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube