અજય શીલુ/પોરબંદર :હોળી-ધૂળેટીને ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં 'હુતાસણી'ના નામે પણ ઓળખવામાં આવે છે. હોળી (Holi) ના બીજા દિવસ ધુળેટીને 'પડવો' કહેવામાં આવે છે. પોરબંદર (Porbandar) જિલ્લા સહિત અમુક વિસ્તારોમાં હોળી પછીનાં બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે, જેને 'બીજો પડવો' અને 'ત્રીજો પડવો' કહેવામાં આવે છે. પોરબંદર જિલ્લાના પણ ઘણા ગામડાઓમાં ત્રણ પડવા મહેર સમાજ દ્વારા પરંપરાગત બહેનોના રાસડા તેમજ ભાઈઓ મણીયારો (maniyaro) રાસ રમે છે. પોરબંદર જિલ્લાના બખરલા ગામે પણ વર્ષોથી હોળી-ધૂળનીના પર્વ પર પારંપરિક પોષાકમા સજ્જ થઇને રાસ રમવાની પ્રથા જાળવી રાખી છે.


રોમાંચક બની રહેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ત્રીજા ઉમેદવારની કરી જાહેરાત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોળી-ધૂળેટીના પર્વ સાથે હિરણ્યકશિપુ અને પ્રહલાદ તેમજ હોલીકા સહિત અનેક પૌરાણીક કથાઓ સંકળાયેલી છે. આસુરી શક્તિઓ પર દૈવી શક્તિના વિજયના આ પર્વને લોકો હર્ષોલ્લાસ સાથે મનાવતા હોય છે. પોરબંદર જિલ્લામાં હોળી-ધૂળેટીના આ પર્વ નિમિત્તે જિલ્લાના અનેક ગામોમાં મહેર સમાજનાં મહિલાઓ અને પુરુષો ધૂળેટીના દિવસથી ત્રણ દિવસ સુધી જેને પડવા તરીકે ઓળખાય છે. એમ ત્રણ પડવા પરંપરાગત રાસડા અને મણીયારો રમવામાં આવે છે. પોરબંદર જિલ્લાના બખરલા ગામે પણ છેલ્લા વર્ષોથી હોળી-ધૂળેટીના પર્વ પર દર વર્ષે ત્રણ દિવસ સુધી મહિલાઓ અને પુરુષો મહેર સમાજના પરંપરાગત મહિલાઓના રાસડા અને પુરુષોના મણીયારા રાસની રમઝટ બોલે છે. ગામના ચોકમાં થતા આયોજનમાં મોટી સંખ્યામાં આસપાસ ગ્રામ્ય વિસ્તારના લોકો આ રાસ રમવા અને જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે.



પરંપરાગત રાસડા રમતી વેળાએ મહિલાઓ ઢારવો અને કાપડા સાથે લાખો રુપિયાના દાગીના પહેરીને રમતી જોવા મળે છે. તો મણીયારા રાસ રમતી વેળાએ પુરુષો ચોરણી અને આંગણી અને પાઘડી સહિતના તેમના ટ્રેડિશનલ પોષાકમાં સજ્જ થઇ આ શૌર્યના પ્રતિક સમા રાસની રમઝટ બોલાવે છે. ભવ્ય સંસ્કૃતિને ઉજાગર કરતા શૌર્યગીતો અને ઢોલ શરણાઈના તાલે રમાતા આ રાસ અંગે અહીના ખૈલાયાઓએ આ પરંપરાને મહાન ગણાવતા ભવિષ્યમાં પણ તેઓ હોળી-ધૂળેટીના પર્વ પર આજ રીતે અહી રમીને આ પરંપરા જાળવતા રહેશે તેવું જણાવ્યું હતું.


હોળી-ધૂળેટીના પર્વ પર રાજ્યના કોઈ જિલ્લામાં મેળા યોજાય છે, તો કોઈ જગ્યાએ ઘોડાદોડ સહિતની શૌર્યતાવાળી હરીફાઈનું પણ આયોજન થતુ હોય છે. ત્યારે પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે ત્રણ પડવા પરંપરાગત રાસ રમવામાં આવે છે તેને જોતા આપણી ભવ્ય સંસ્કૃતિની વિશેષતા અને વિશાળતા કેટલી મહામૂલી છે તેનો ખ્યાલ આવે છે. ત્યારે આ યુવાઓનો ઉત્સાહ જોતા ભવિષ્યમાં પણ આજ રીતે આ ભવ્ય વારસો જળવાઈ રહશે તેમ જરૂર કહી શકાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...