HCમાં હાર્દિકની સજા મોફૂક કરવાની અરજી પર સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા
હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવા માટે વિસનગર કોર્ટના સજાના હુકમને મોકૂફ કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે હાર્દિકની અરજી પર સુનાવણી હાથ ધરાઇ શકે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.
અમદાવાદ: કોંગ્રસના નેતા હાર્દિક પટેલે ચૂંટણી લડી શકે તે માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં લોકસભા ચૂંટણી લડવા માટે વિસનગર કોર્ટનો સજાનો હુકમ મોકૂફ કરવા હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી. ત્યારે હાર્દિકની આ અરજી પર સુનાવણી હાથ ધરાઇ શકે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.
વધુમાં વાંચો: ગુજરાતનું આ ગામ છે તમામ સુવિધાઓથી સજ્જ, મહિલાઓને પણ મળી આ સુવિધા
લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતા જ પાટીદાર નેતાનું પદ છોડી હવે હાર્દિક પટેલે રાજકારણમાં ઝપલાવ્યું છે. ત્યારે 12 માર્ચના કોંગ્રેસની CWC બેઠકમાં હાર્કિદ પટેલ સત્તાવરા રીતે પાર્ટીમાં જોડાયો હતો. જોકે, રિપ્રેઝન્ટેશન ઓફ પિપલ્સ એક્ટ પ્રમાણે જેલની સજા ભોગવી રહેલા વ્યક્તિને ચૂંટણી લડવામાં કાયદાકીય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે હાર્દિક પટેલ દ્વારા કોઈ અવરોધો વિના લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
વિકાસના નામે મીંડું: સાંસદે દત્તક લીધા બાદ છેલ્લા 5 વર્ષથી વિકાસની રાહ જોઇ રહ્યું છે આ ગામ
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગુજરાતમાં આવેલા રાહુલ ગાંધીએ હાર્દિક પટેલ ચૂંટણી લડશે અને જીતશે પણનું નિવેદન આપ્યું હતું. ત્યારે હાર્દિક હવે ચૂંટણી લડવાની સંપૂર્ણ તૈયારી સાથે કાયદાકીય લડત પણ આપી રહ્યો છે.