સુરત: શહેરના વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ શરૂ કરવા ઉપરાંત શહેરની કબ્જા રસીદવાળી મિલકતોને કાયદેસર કરવાની માંગ સાથે સરકાર સામે પોસ્ટ -કાર્ડ યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે. વરાછા અને પુનાગામ સોસાયટીમાં આવેલ ઘરે ઘરે પોસ્ટ- કાર્ડ અભિયાનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યાં પચીસ હજાર જેટલા પોસ્ટ -કાર્ડ દ્વારા રાજ્યના મુખ્યપ્રધાનને આગામી દિવસોમાં રજુવાત કરવામાં આવશે. આ સાથે સુરત મનપા ને લગતા અન્ય બે પડતર પ્રશ્નો અંગેનો પણ પોસ્ટ - કાર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LRDનો સુખદ અંત? 62.5 થી વધારે માર્ક મેળવનાર તમામ યુવતીઓની ભરતી થશે


સુરતમાં 20 લાખથી વધુ વસ્તી ધરાવતા વરાછા વિસ્તારના વિધાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવી માંગની અને લાગણી સાથે પોસ્ટ - કાર્ડ અભિયાનની આજથી શરૂવાત કરવામાં આવી છે. વિધાર્થીઓના હિતની લડાઈમાં પુનાગામના કોંગી કોર્પોરેટરની આગેવાનીમાં આ પોસ્ટ -કાર્ડ અભિયાન છેડવામાં આવ્યું છે. જેની સાથે શહેરની 3500 જેટલી કબ્જા રસીદવાળી મિલકતોને કાયદેસર કરવાની માંગણી પણ કરવામાં આવી રહી છે. ઉપરાંત સુરત મહાનગરપાલિકા ને લગતા અન્ય બે પડતર પ્રશ્નોનો ઉલ્લેખ પોસ્ટ - કાર્ડમાં કરવામાં આવ્યો છે. જેમાં રોડ - રસ્તા વચ્ચે બંધ પડેલ હાઈ- ટેન્શન લાઇન દૂર કરવા તેમજ પાણીના મીટર પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે કુલ 25 હજાર જેટલા પોસ્ટ લખવાની શરૂવાત આજથી કરવામાં આવી છે. સોસાયટી દીઠ પ્રમુખને આજ રોજ પોસ્ટ -કાર્ડની ફાળવણી કોંગી કોર્પોરેટરોની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કરવામાં આવી છે.


મહેસાણા: હિન્દહીત રક્ષક સમિતી દ્વારા CAAના સમર્થનમાં રેલી, તમામ ધર્મનાં લોકો જોડાયા


આજ રોજ પુનાગામના વિષ્ણુનગર સોસાયટી ખાતે મળેલી બેઠકમાં 17 જેટલી સોસાયટીના આગેવાનો અને પ્રમુખો હાજર રહ્યા હતા. જ્યાં ઘરે - ઘર પોસ્ટ - અભિયાન ચલાવવા આહવાન કરાયું છે. સોસાયટીના રહીશોની પણ માંગ છે કે વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ બને. જે માટે સરકાર વિધાર્થીઓના હીત માટે નિર્ણય કરે તેવી માંગણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં 25 હજાર જેટલા પોસ્ટ - કાર્ડ લખવાની કામગીરી પૂર્ણ કર્યા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આ અંગે રજુવાત કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube