ગુજરાતના એક વ્હોટ્સઅપ ગ્રુપમાં શહીદોની શહાદતનું ઘોર અપમાન કરતી પોસ્ટ, મચ્યો હડકંપ
શહીદોની શહાદતનું અપમાન કરતી પોસ્ટ નેતાઓના વ્હોટ્સઅપ ગ્રુપમાં થઇ પોસ્ટ, કોઇએ ન ઉઠાવ્યો વાંધો
અમદાવાદ: જમ્મૂ કાશ્મીરના પુલવામામાં આતંકી કૃત્યના કારણે દેશભરમાં રોષ ભભૂકી રહ્યો છે. પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ દેશવાસીઓ અને શહીદોના પરિવાર કરી રહ્યાં છે. ત્યારે દેશમાં જ બેઠેલા ગદ્દારો રાષ્ટ્ર વિરોધી ટિપ્પણી કરી રહ્યાં છે. કરોડો ભારતીયો શોકમાં છે તે સમયે આવું જ એક કૃત્ય જોવા મળ્યું ગુજરાતના વ્હોટ્સઅપ ગ્રુપમાં. ગુજરાત લોકમંચ નામના એક વ્હોટ્સઅપ ગ્રુપમાં શહીદોનું અપમાન કરતી પોસ્ટ કરવામાં આવી છે.
વધુમાં વાંચો: દેશમાં જ બેઠા છે ગદ્દારો! રાષ્ટ્ર વિરોધી ટિપ્પણી બદલ ફાર્મા કંપનીના બે કર્મચારીઓ સસ્પેન્ડ
પુલવામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોની શહાદતને લોક શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે. ત્યારે દેશમાં જ બેઠેલા ગદ્દારો રાષ્ટ્ર વિરોધી ટિપ્પણી કરી રહ્યાં છે. જેમાં ગુજરાત લોકમંચ વ્હોટ્સઅપ ગ્રુપમાં શહીદોનું અપમાન કરતી મનન ત્રિવેદી નામના વ્યક્તિ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, #Vivek Pandey# શહાદત પર ગર્વ કરના બંધ કરીએ. સવાલ કરીએ. આ ગ્રુપમાં શહીદોની શહાદત પર સવાલો ઉઠાવતા તેની માનસિકતાનો પરિચય આપ્યો છે.
[[{"fid":"203371","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
(આ વ્હોટ્સઅપ ગ્રુપમાં બંને પક્ષના દિગ્ગજ નેતાઓ પણ સામેલ છે)
વધુમાં વાંચો: સોલા ભાગવત વિદ્યાપીઠમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શહીદ જવાનોને આપી શ્રધ્ધાંજલી
જો કે, ગુજરાત લોકમંચ નામના વ્હોટ્સઅપ ગ્રુપમાં કરવામાં આવેલી પોટ્સ મુદ્દે ચોંકવાનારી બાબત એ છે કે, આ ગ્રુપમાં 256 સભ્યો છે. જેમાં કોંગ્રેસ અને ભાજપ સહિતના દિગ્ગજો આ ગ્રુપમાં સામેલ છે. અને ગ્રુપમાં આ પોસ્ટ અનેક નેતાઓએ વાંચી તો ખરી પરંતુ ગ્રુપમાંથી કોઇ પણ નેતાએ આ પોસ્ટ કરનારને ગ્રુપમાંથી લેફ્ટ થવાનું કે કડક સંદેશ આપવાનું મુનાસીબ સમજ્યું નથી. ત્યારે બીજી બાજુ આ પહેલા પણ સોશિયલ મીડિયામાં અમદાવાદની ઝાયડસના ઇકલાબ હુસેન અને મુંબઇની મેકલોડ્સ ફાર્મા કંપની રિયાઝ અહેમદે પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઇને ટિપ્પણી કરતા કહ્યું કે, ‘આને કહેવાય સર્જિકલ સ્ટ્રાઇક’.
વધુમાં વાંચો: પુલવામામાં શહીદ થયેલા જવાનોના માનમાં ગુજરાતમાં વેપારીઓનું આજે બંધનું એલાન
આ ઘટનાને પગેલ ઝાયડ્સ અને મેકલોડ્સ ફાર્મા કંપની દ્વારા આ બંને કર્મચારીઓને રાષ્ટ્ર વિરોધી ટીપ્પણી કરતા તેમને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને તેમને તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગઇકાલે નવજોત સિંહ સિદ્ધુએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, આ ખુબજ દુ:ખદ ઘટના છે. જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. તેમણે તેમની કાયરતાનો પરિચય આપ્યો છે. પરંતુ વાતચીત દ્વારા આ સમસ્યાનું સમાધાન લાવવું જોઇએ.
[[{"fid":"203372","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
(શહીદોનું અપમાન કરતી પોસ્ટ કરનાર મનન ત્રિવેદીએ ગ્રુપમાં માગી માફી)
વધુમાં વાંચો: સુરત: શહીદોના માનમાં યોજાઇ કેન્ડલ માર્ચ, આર્થિક મદદ માટે ભેગું કરાયું ભંડોળ
નવજોત સિંહ સિદ્ધુના તેમનું નિવેદન આપતા એવું પણ કહ્યું હતું કે, આપણે સંયમથી કામ લેવું જોઇએ અને જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે, તેમને સજા મળવી જોઇએ. નવજોત સિંહ સિદ્ધુના આ નિવેદન બાદ ભારતીય જનતા રોષ વ્યક્ત કર્યો હતો અને તેની ટીકા કરતા નવજોત સિંહ સિદ્ધુને ‘ધ કપિલ શર્મા શો’થી બહાર કાઢી મુકવાની વાત કરી રહ્યાં છે.