સુરતઃ શહેરના જાણીતા પી.પી. સવાણી ગ્રૂપ દ્વારા શહેરના અબ્રામા રોડ પર 136 પિતા વિહોણી દીકરીઓના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. લગ્નના કરિયાવરમાં દીકરીઓને તુલસીનો છોડ અને વરરાજાને સુરક્ષાના પ્રતિક તરીકે હેલમેટ પણ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાનેતર સમૂહલગ્ન સમારોહના મુખ્ય આયોજક મહેશ સવાણીએ જણાવ્યું કે, પ્રથમ સમૂહલગ્નના આયોજન સમયે અમારો હેતુ એવો હતો કે, જે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે, તેઓને પારિવારનો પ્રેમ મળે, પારિવારિક સુખ મળે તેમજ પોતાના સ્વપ્નને સાકાર કરી સારું જીવન જીવી શકે. પ્રથમ લગ્ન પછી અનેક નવી દિશાઓ અને નવી પ્રેરણાઓ મળતી ગઈ. 


દેશભરની પિતા વિહોણી દીકરીઓના લગ્ન
આ લગ્નોત્સવમાં નેપાળની એક દીકરી સહિત દેશભરના ઓડિશા, મધ્યપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન સહિતના રાજ્યમાંથી પણ પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરવામાં આવે છે. આ લગ્નોત્સવમાં કળા અને સામાજિક ક્ષેત્રમાં આગવું પ્રદાન કરનારા વ્યક્તિ વિશેષના સન્માન કરવામાં આવશે


પાંચ દીકરીઓના નિકાહ
આ સમુહ લગ્નમાં પાંચ મુસ્લિમ દીકરીઓના નિકાહ પણ કરાયા છે. એક તરફ લગ્ન અને સાથે સાથે નિકાહ પણ પઢવામાં આવ્યા હતા. આ વખતે 271 પિતા વિહોણી દીકરીઓના લગ્નનું આયોજન છે, જેમાં શનિવારે 136 યુવતીઓનાં લગ્ન કરાયા હતા. 21 અને 22 ડિસેમ્બર એમ બે દિવસ લગ્નોત્સવ ચાલશે.


જુઓ વીડિયો.....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....