અમદાવાદ: અમદાવાદમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કુલ-બોપલના વિદ્યાર્થીઓએ એઆઇએસએસઈની પરીક્ષાને ખૂબ જ સારા અંકોની સાથે પાસ કરતાં તેમણે પોતાની યોગ્યતા ફરીથી સાબિત કરી દીધી! કોવિડ-19 રોગચાળાના પડકારજનક સમયમાં સાહસ, મક્કમ નિર્ધાર અને ખંતથી આગળ વધી આ યુવાન વિદ્યાર્થીઓ તેમના લક્ષ્ય પર કેન્દ્રીત રહ્યાં હતાં અને તેના બદલમાં તેમને ઝળહળતી સફળતા હાંસલ થઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાચી જિંદાલે 499/500 માર્ક્સની સાથે વિક્રમજનક 99.8% મેળવ્યાં છે અને તે સીબીએસઈ ધોરણ 10ની પરીક્ષામાં અમદાવાદ શહેર અને ગુજરાત રાજ્યની ટૉપર બની ગઈ છે.


પોતાના શૈક્ષણિક ઉત્સાહ મારફતે પોતાના માટે એક અલાયદું સ્થાન હાંસલ કરનારા 90 વિદ્યાર્થીએ 95% અને તેનાથી વધારાનો સ્કોર કર્યો છે. દ્રઢ નિશ્ચયનું વળતર અવશ્ય મળે છે તેને ફરી વખત સાબિત કરી 212 વિદ્યાર્થીએ 90%થી વધુનો સ્કોર હાંસલ કર્યો છે. 444 વિદ્યાર્થીમાંથી 396 વિદ્યાર્થીએ ડિસ્ટિન્કશન મેળવતાં જ્યારે 99.78% વિદ્યાર્થીઓએ ફર્સ્ટ ડિવિઝન અને તેનાથી વધુ મેળવતાં શાળાની સરેરાશ 87.31% રહી હતી. 69 વિદ્યાર્થીએ ગણિત, આઇટી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ફ્રેન્ચ, સંસ્કૃત અને હિંદીમાં 100માંથી 100 માર્ક મેળવ્યાં છે. સૌથી વધુ 39 જેટલા વિદ્યાર્થીએ ગણિતમાં 100માંથી 100 માર્ક મેળવી એ સાબિત કરી આપ્યું છે કે, સાવચેતીભર્યા આયોજન અને ખંતપૂર્વક પ્રયાસરત રહેવાથી કોઇપણ લક્ષ્યને હાંસલ કરી શકાય છે.


પ્રાચી જિંદાલ (99.80%), પ્રીતિ મિશ્રા અને સરિન પટેલ (98.80%) તથા કુશલ શાહ, યશ મહેતા અને સંગિની ગાંધી (98.60%)એ શાળામાં ટોચના 3 ક્રમ મેળવ્યાં છે. આ અસાધારણ સફળતા પર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા પ્રિન્સિપાલ સુરેન્દર પાલ સચદેવાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ આ પડકારજનક સમયમાં તેમના શિક્ષણ અને આકરી મહેનત પ્રત્યે પ્રતિબદ્ધ રહ્યાં હતાં તથા તેઓ ડીપીએસ-બોપલની શિક્ષણકળા અને તાલીમની સાક્ષી પૂરી રહ્યાં છે.


હાલમાં વિદ્યાર્થીઓ ઘરની સુરક્ષામાં ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યાં હોવાથી સોશિયલ મીડિયા પર તેમની આ અભૂતપૂર્વ સફળતાની ઉજવણી કરવામાં આવી હતી.