સુરત : મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલમાં વિદ્યાર્થીઓને શાકભાજી અંગે જ્ઞાન મળે અને તેઓ પણ ઓર્ગેનિક ખેતી તરફ આકર્ષાય તે ઉદ્દેશથી સ્કૂલના મુખ્ય શિક્ષક દ્વારા સ્કૂલના ટેરેસ ઉપર ગાર્ડન ફાર્મિંગ કરવામાં આવ્યું છે. અહીં અલગ અલગ પ્રકારના શાકભાજી ઉગાડવામાં આવે છે. જેનાથી એક તરફ તો વિદ્યાર્થીઓને શાકભાજીનું જ્ઞાન મળે છે તો બીજી તરફ તેઓ પણ પોતાના ઘરે આ પ્રકારે શાકભાજી ઉગાડતા શીખે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

KUTCH: આ એક જ સ્ત્રી કરી શકશે ચામર પત્રી વિધિ, કોર્ટ દ્વારા અપાયો ઐતિહાસિક ચુકાદો


આ અંગે માહિતી આપતા કતારગામ વિસ્તારમાં આવેલી હેમુ ગઢવી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકે જણાવ્યું કે, તેમની શાળામાં અંદાજે ૧૧ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહી છે.  શિક્ષણની સાથે સાથે તેમને ખેતી અને શાકભાજી તથા કૃષિ વિશે માહિતી મળે તે ઉદ્દેશથી સ્કૂલના ટેરેસ ઉપર જ કિચન ટેરેસ ફાર્મિગ શરૂ કરવામાં આવ્યું છે. અહીં અલગ અલગ પ્રકારના શાકભાજીઓ ઉગાડવામાં આવે છે. જેનાથી બાળકોને એક જ્ઞાન આપી શકાય છે કે કયા શાકભાજી જમીનની અંદર જમીનની ઉપર વેલામાં છોડમાં કે પછી ઝાડ પર થાય છે. 


ગુજરાત માટે આગામી બે દિવસ ભારે: સરકારે પણ સમાચાર સાંભળી તાબડતોબ ઉચ્ચ અધિકારીઓને દોડાવ્યા


આ પ્રવૃત્તિને કારણે વિદ્યાર્થીનીઓને શાકભાજી ફળફળાદી અને કૃષિ વિશે સારી એવી માહિતી મળી રહી છે કેટલીક વિદ્યાર્થીનીઓ તો પોતાના ઘરમાં કિચન ફાર્મિંગ શરૂ કર્યું છે. મુખ્ય શિક્ષિકાએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા વિદ્યાર્થીનીઓને અભ્યાસ સાથેનું અન્ય શિક્ષણ આપવા માટે પ્રેરિત કરતા હતા જે બાબતને ધ્યાનમાં રાખીને આ પ્રયાસ કરવામાં આવ્યો છે વિદ્યાર્થિનીઓ પણ ખેતી અને શાકભાજી વિશે ની આટલી બારીકાઇ પૂર્વક મળતી માહિતીથી ખૂબ ખુશ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube