Pradipsinh Vaghela/ઝી બ્યૂરો, અમદાવાદઃ પાટીલ જૂથના અને ભાજપના કદાવર નેતા પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ એક પછી એક કારણો સામે આવી રહ્યાં છે. હાલમાં ચર્ચા એવી છે કે તેઓ નાના ભાઈ હતા પણ તેમના કારનામા મોટા હતા. કહેવાય છે કે પ્રદીપસિંહ કમલમ પહોંચ્યા પણ કોલેજનું રાજકારણ તેમનાથી છૂટ્યું નહોતું. ABVPની દરેક બાબતોમાં તેમનો રોલ રહેતો હતો. થોડા સમય પહેલાં અમદાવાદના એસજી હાઈવે પર આવેલી એક જાણીતી કોલેજમાં વિવાદ થયો હતો. જેમાં ABVPએ વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો હતો. આ વિરોધમાં કોલેજના બાઉન્સરો અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેના પડઘા કમલમ સુધી પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાઉન્સરોને તો સમાધાન થવાની આશા હતી પણ માર પડ્યો


આ પ્રકરણમાં પ્રદીપસિંહે પણ રસ દાખવ્યો હતો. ABVP શિક્ષણ મામલે વિરોધ કરે એ બરોબર છે કારણ કે એ ભાજપની વિદ્યાર્થી પાંખ છે અને કોલેજમાં છાત્રોના હક માટે લડાઈ લડવી એ એમનો અધિકાર પણ છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI પણ આ બાબતે વિરોધ પ્રદર્શન કરે છે. આ પ્રકરણમાં મોટી બાબત એ છેકે, આ કોલેજમાં બાઉન્સરો અને ABVP કાર્યકરોનો વિવાદે રાજકીય તુલ પકડી હતી અને આ મામલે સમાધાન માટે એસજી હાઈવે પર આવેલી એક સરકારી કચેરીમાં તેઓને ભેગા કરાયા હતા. કોલેજના બાઉન્સરોને તો સપનાંમાં પણ ખ્યાલ નહીં હોય કે તેમની સાથે કાયદાનું ચીરહરણ છે. 


સરકારી કચેરીના દરવાજા કરાયા હતા બંધ


આ મામલે ફક્ત ચર્ચાઓ છે પણ કહેવાય છે કે કાયદાના ન્યાયને તોળતી આ સરકારી કચેરીમાં કાયદાનો ઉપહાસ થયો હતો. સરકારી કચેરીના દરવાજા બંધ કરી કાર્યકરોએ બાઉન્સરોને ફટકાર્યા હતા. જેમાં આજદીન સુધી કોઈ ખુલાસો નથી થયો. સરકારી તંત્રના અધિકારીઓની વચ્ચે સરેઆમ બાઉન્સરોને ફટકારાયા હતા એમાં મોટો રોલ પ્રદીપસિંહ વાઘેલાનો હોવાની ચર્ચા છે. એ સમયે CCTV બંધ કરી દેવાયા હોવાની બાબત સામે આવી છે. જોકે, પ્રદીપસિંહના પાવર વચ્ચે કોલેજ કે આ બાઉન્સરોએ ચૂપકીદી સાધી લીધી હતી. એવી પણ અમદાવાદમાં ચર્ચા છે કે પ્રદીપસિંહના કારણે જ વિદ્યાર્થી નેતાઓ શિક્ષણ સંસ્થાઓમાં મનમાની કરી રહ્યાં છે. જોકે, આ મામલાની અમે પુષ્ટી કરતા નથી પણ આ બાબત પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ ચર્ચામાં આવી છે.