હાર્દિક દીક્ષિત/ વડોદરા : હવે શહેરમાં યુવતીઓની છેડતી કરતા રોમિયોની ખેર નથી, કારણ કે હવે મહિલાઓ બાળકો તેમજ વૃદ્ધોની મદદ માટે ખાસ શી ટીમ (મહિલાઓ માટેની ટીમ) તૈયાર કરવામાં આવી છે. હવે જો કોઈ રોમિયો યુવતીની છેડતી કરશે તો શી ટીમે રોમિયોને કાયદાના પાઠ ભણાવશે. આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગાંધીનગર ગૃહ ખાતેથી ફ્લેગ ઓફ કરી શી ટીમનો પ્રારંભ કરાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona update: નવા 518 કેસ, 704 સાજા થયા જ્યારે માત્ર 02 લોકોનાં મોત


મહત્વનું છે કે, મહિલાઓ પરના અત્યાચાર તેમજ છેડતીના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે શહેર પોલીસની આ શી ટીમ સતત પેટ્રોલિંગ કરી મહિલાઓને સુરક્ષા પ્રદાન કરશે. શી ટીમની વિશેષતા અંગે વાત કરીએ તો એક ટીમમાં છ મહિલા સભ્યો સામેલ હશે. આ તમામ મહિલાઓ સુશિક્ષિત તેમજ તાલીમબદ્ધ હશે. ઘરેલુ હિંસાના કિસ્સાઓમાં શી ટીમ પોલીસ તેમજ અભયમ સાથે સંકલન કરી ભોગ બનનારનું કાઉસીંલિંગ પણ કરશે. ત્યારે આવનાર સમયમાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને લઈને શી ટીમ ખુબજ મહત્વની કડી સાબિત થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube