હિતલ પારેખ/ગાંધીનગર :આ વર્ષે ભગવાન જગન્નાથ મંદિરની રથયાત્રા નીકળશે કે નહિ તે અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, 20મી જૂનના રોજ નીકળનારી રથયાત્રા પરંપરાગત રીતે અમદાવાદ સહિત અનેક સ્થાનો ઉપર નીકળતી હોય છે. અમદાવાદ શહેર અને રથયાત્રાનો રૂટ ઉપર વધારે કોરોના પોઝિટિવ દર્દીઓ હતા, પણ રાજ્ય સરકારની સત્તાને કારણે તેમાં ઘટાડો કરવાની સફળતા મળી છે. જો રથયાત્રા કાઢવામાં આવે તો સોશિયલ જાળવવું અઘરું બને. તેમજ સૌથી વધારે અમદાવાદના કેસ છે. રથાયત્રાના રુટ પર કોરોનાના 1600 જેટલા કેસ હતા.  રથયાત્રાના માર્ગ ઉપર 25 જેટલા કન્ટેનમેન્ટ આવેલા છે. જો ધ્યાન રાખવામાં ન આવે તો ફરી પાછો કોરોના પોઝિટિવનો વધારો થવાની શક્યતા છે. રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતિના અભ્યાસ કર્યા બાદ હાલના તબક્કે રથયાત્રાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આ અંગે રાજ્ય સરકાર ટૂંક સમયમાં નિર્ણય કરશે. રથયાત્રા અંગે સર્વાંગી રીતે અભ્યાસ કર્યા બાદ જ નિર્ણય કરવામાં આવશે. અમદાવાદ શહેરની અંદર કોરોના ઘટાડવાની અંદર જે સફળતા મળી છે, આપણે જીવ બચાવવા સફળ રહ્યા છે, તો હવે ફરી રોગનું સંક્રમણનો વ્યાપ ન થાય તે આધાર ઉપર જ નિર્ણય કરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેપાળ-ગુજરાતના ભૂકંપ, કેદરનાથના પૂર પહેલા પણ સૂર્યગ્રહણ થયું હતું, તો રવિવારે શું થશે?