ઝી બ્યુરો/અમદાવાદ: ZEE 24 કલાકના શિક્ષા કોન્કલેવમાં એડિટર દીક્ષિત સોનીએ ખુલ્લા બોરવેલનો મુદ્દો ઉઠાવ્યો હતો. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું હતું કે રાજ્યનાં ગામોનાં તમામ તલાટીઓએ સર્ટી આપવું પડશે કે તેમના ગામમાં ખુલ્લો બોરવેલ નથી. જો ગામમા ખુલ્લો બોરવેલ હશે તો થશે તલાટી સામે કેસ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ZEE 24 કલાક પર સૌથી મોટા સમાચાર. હવેથી ખુલ્લા બોરવેલમાં બાળક પડશે અને જો તેનું મૃત્યુ થશે તો રાજ્ય સરકાર ગામના તલાટી સામે કાર્યવાહી કરશે. જીહા...કોઈ પણ ગામમાં ખુલ્લો બોરવેલ હશે તો હવે તલાટી મરશે. હવે તલાટીએ આપવું પડશે ગામમાં ખુલ્લો બોરવેલ નથી તેવું સર્ટિફિકેટ. 



રાજ્યનાં 18 હજારથી વધારે ગામોમાં જો ખુલ્લો બોરવેલ હશે તો તલાટી સામે પણ કેસ થશે અને તમામ તલાટીઓએ એવું સર્ટિફિકેટ આપવું પડશે કે તેમની નોકરી જે ગામમાં છે તે ગામમાં કોઈ પણ બોરવેલ ખુલ્લો નથી. રાજ્ય સરકારે પરિપત્ર કરીને તમામ તલાટીઓને સાવચેત કર્યા છે. એટલું જ નહીં, રાજ્ય સરકારે તમામ જિલ્લાના કલેક્ટરોને પણ પરિપત્રની નકલ મોકલી આપી છે. ZEE 24 કલાકની શિક્ષા કોન્કલેવમાં ઉપસ્થિત શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ જાણકારી આપી છે.


છેલ્લા કેટલાક મહિનાથી બોરવેલમાં બાળકો પડવાના બનાવો બાદ સરકાર એક્શનમાં આવી છે અને તમામ તલાટીઓને પરિપત્ર કરીને કહ્યું છે કે ખુલ્લા બોરવેલ બંધ કરાવો. હવેથી જો ગામમાં ખુલ્લો બોરવેલ હશે તો તે માટે તલાટી જવાબદાર ગણાશે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ખુલ્લા બોરવેલ રાખનારાઓ સામે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે. ZEE 24 કલાકના એડિટર દીક્ષિત સોની સાથેના ઈન્ટરવ્યૂમાં શિક્ષણમંત્રીએ આ જાણકારી આપી છે.