ચેતન પટેલ/સુરતઃ હોસ્પિટલમાં સારવાર માટે આવેલી મહિલા પર દુષ્કર્મ આરચનાર ડોક્ટર પ્રફુલ દોષીને પોલીસે જેલ હવાલે કરી દીધો છે. પરંતુ આ ઘટનાને લઈને પ્રજાપતિ સમાજમાં હજુ રોષ ઓછો થયો નથી. સમાજ દ્વારા ડોક્ટરને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. આજે કેટલિક મહિલાઓ દ્વારા નાનપુરા સ્થિત ડો. પ્રફુલ દોષીની હોસ્પિટલ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે પ્રજાપતિ સમાજે હોસ્પિટલ બંધ કરાવવાની માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, સુરતના નાનપુરીમાં મી એન્ડ મમ્મી હોસ્પિટલ આવેલી છે. તેમાં સારવાર માટે આવેલી મહિલા પર હોસ્પિટલના ડોક્ટર પ્રફુલ દોષીએ દુષ્કર્મ કર્યું હતું, તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરી લીધી છે, પરંતુ સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. 


આજે નાનપુરા ખાતે કેટલિક મહિલાઓએ મી એન્ડ મમ્મી હોસ્પિટલ સામે ભેગા થઈ હતી. તેમણે પ્રફુલ દોષીના નામના છાજીયા લીધા હતા. હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું કે, જો આકરી સજા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં મજબૂત કાર્યક્રમ આપવામાં આવશે. નાનપુરામાં આ ઘટનાને લઈને હોબાળો મચી ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ટોળાને વિખેર્યું હતું.