Loksabha Election 2024: ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સામે જ ક્ષત્રિય મહિલા આગેવાન પ્રજ્ઞાબાએ સવાલ ઉઠાવ્યા છે. રૂપાલાનો વિરોધ કરવો જોઈએ, ભાજપનો નહીં. સંકલન સમિતિ કેમ ભાજપનો વિરોધ કરે છે તે સમજાતું નથી. તેવુ ક્ષત્રિય મહિલા પ્રજ્ઞાબાનું કહેવું છે. રૂપાલાનું નિવેદન ક્ષત્રિય મહિલાઓ માટે મોટું લાંછન છે. રૂપાલાનો મુદ્દો ડાયવર્ટ કરવાનો મતલબ શું? પદ્મિનીબા પછી પ્રજ્ઞાબાએ કહ્યું; હું સંકલન સમિતિ સાથે નથી. બધાનો વોટ મહત્વનો છે ફાલતુ ન જવા દેશો, કેમ કે રૂપાલાને હરાવવા જરૂરી છે.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વખતની લોકસભા ચૂંટણી ભાજપ માટે સરળ હતી તેવું લોકોને લાગતું હતું પરંતુ રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના એક નિવેદને આખી ચૂંટણીનાં સમીકરણો ફેરવી નાખ્યાં અને રાજકોટમાં ક્ષત્રિય સમાજના આંદોલનના મંડાણ થયાં. જે હવે આખા ગુજરાતમાં ફેલાયું છે. ભાજપે મક્કમ રહીને રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવ્યા નહીં. જેના કારણે ક્ષત્રિય આંદોલન વધારે ઉગ્ર બન્યું. આ આંદોલને ગુજરાત ભાજપ તો ઠીક પરંતુ હાઇકમાન્ડની પણ ચિંતા વધારી દીધી છે.


પદ્મિનીબા વાળાનું નિવેદન
નોંધનીય છે કે, શ્રત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ પ્રધાનમંત્રીના વખાણ કર્યા હતા અને સંકલન સમિતિના સભ્યોને બંગડી પહેરાવવાની વાતો કરી રહ્યા છે. ક્ષત્રિય આંદોલનનું એપી સેન્ટર ગણાતા રાજકોટ શહેરમાં જ હવે ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યોને ક્ષત્રિય મહિલા અગ્રણી દ્વારા જ બંગડી પહેરાવવાની વાતો કરવામાં આવી રહી છે. ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિની બાએ પોતાના નિવેદન દરમિયાન જણાવ્યું હતું કે, જો રાજપૂત સમાજની આબરૂ જશે તો તે પી ટી જાડેજા, રમજુ જાડેજા અને કરણસિંહ ને બંગડી પહેરાવશે. પદ્મિની બાએ સંકલન સમિતિના પાંચ સભ્યો માટે આ વાત કરી હતી. તેમણે સ્પષ્ટ નામ ત્રણ લોકોના આપ્યા હતા. 


રૂપાલાએ ફોર્મ ભર્યું ત્યારે સમિતિ ઘરે જઈને સૂઈ ગઈ
તો સાથે જ કહ્યું હતું કે સંકલન સમિતિ સાથે હું નથી. તે સમાજને ગુમરાહ કરે છે. હાલ ચાર થી પાંચ લોકો પોતાની મરજી થી સંકલન સમિતિ ચલાવે છે. ક્ષત્રિય સમાજના લોકો ગામડે ગામડે હેરાન થઈ રહ્યા છે..ચૂંટણી પછી સમિતિ કાઈ કામ નહિ આવે. જ્યારે રૂપાલાએ ફોર્મ ભર્યું ત્યારે સમિતિ ઘરે જઈને સૂઈ ગઈ હતી. 


રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા દ્વારા પણ ટિપ્પણી
પદ્મિની બા વાળાએ કહ્યું કે, રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા દ્વારા પણ ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી હતી અત્યારે અમારી લડત ચાલુ જ છે. રૂપાલાનો વિરોધ યથાવત રહેશે. હાલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને ઉમેશભાઈ પણ બોલ્યા છે. રાહુલ ગાંધીનું મોસાળ ક્યું છે જે જણાવે. આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં છે જે બકાલું વેંચીને જેલમાં નથી ગયા. હાલ જે રજવાડા વિરૂદ્ધ બોલે છે તેની તમામની સામે લડવું જોઈએ. આપણે બધા સામે વિરોધ કરવો જોઈએ. અત્યારે રાજકારણ કરવામાં આવી રહ્યું છે. આ બહેનોની સામાજિક લડાઈ નથી.


રાહુલ ગાંધી પાસે માફી મંગાવી જોઈએ
પદ્મિની બાએ સંકલન સમિતિ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે જે લોકો સમાજનો ઝંડો લઈને નીકળ્યા છે તેમણે રાહુલ ગાંધી પાસે માફી મંગાવી જોઈએ તો સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પણ તેમણે વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે આજે હિન્દુત્વ ને લઈને મોદી સાહેબે કરેલા કામ ભૂલવા ન જોઈએ