રાજકોટ/ગુજરાત : પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજે 98મી જન્મજયંતી છે. ત્યારે આજથી 11 દિવસના મહોત્સવનો રાજકોટમાં પ્રારંભ થઈ ગયો છે. આ પ્રસંગે સીએમ વિજય રૂપાણી ખાસ ઉપસ્થિતિ રહ્યાં હતાં. સીએમ રુપાણી અને મહંત સ્વામીના હસ્તે વિરાટ સ્વામિનારાયણ નગરનું વેદોક્ત વિધિથી ઉદ્ઘાટન કરાયું. સીએમનું આગમન થતાં જ પ્રમુખ સ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ ભેટમાં આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ દિવસે રાજકોટ જિલ્લાની શાળાના 1 હજારથી વધુ બાળકો સ્વામિનારાયણ નગરની મુલાકાતે પહોંચ્યા છે. સાંજના સમયે લાઈ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તો, લોક સાહિત્ય કલાકાર ભીખુદાન ગઢવી પણ રમઝટ બોલાવશે. સવારે 7થી 1 વાગ્યા સુધી દર્શનનો લાભ મળશે. સાંજે મહંત સ્વામી દ્વારા આશીર્વચન પાઠવવામાં આવશે. પ્રમુખ સ્વામી મહારાજના 98મી જન્મજયંતી અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું છે. 


પ્રમુખ સ્વામીની દિવ્ય વાણી સાંભળો, અહીં ક્લિક કરો


પ્રથમ દિવસે રાજકોટની વિવિધ સ્કૂલના 1000થી વધુ બાળકો તેની મુલાકાત કરશે. આ કાર્યક્રમ માટે મોટા સ્થળ પર સ્વામીનારાયણ નગર ઉભું કરવામા આવ્યું છે. જ્યા મોટી સંખ્યામા હરિભક્તો  ઉમટી પડ્યા છે. આ પ્રસંગે દેશવિદેશમાં ફેલાયેલા હરીભક્તો પહોંચી ગયા હતા. 


જાણો, કેવું હતું પ્રમુખ સ્વામી મહારાજનું જીવન