ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદના આંગણે હાલ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ મહોત્સવમાં સેવા કરવા માટે લોકો દેશ અને દુનિયાભરમાંથી આવી રહ્યાં છે. અઢળક લોકો વિદેશની હાઈપ્રોફાઈલ નોકરીઓ અને કરોડોનો કારોબાર મુકીને અહીં સેવા કરવા માટે આવ્યાં છે. ત્યારે આ સેવાયજ્ઞમાં અનોખી પ્રેમની જ્યોત પણ જોવા મળી. આ જ્યોત લોકોના દિલોમાં પ્રજવલિત થઈ રહી છે. ઉલ્લેખનીય છેકે, આ મહોત્સવને કારણે કેટલાંક પરિવારોએ પોતાના સંતાનોના લગ્નની તારીખો પણ પાછી ઠેલી છે. જ્યારે એવો પણ કિસ્સો છેકે, લગ્ન કરીને હનીમૂન પર જવાને બદલે નવદંપતી પ્રમુખ સ્વામી મહોત્સવમાં સેવા કરી રહ્યાં હોય. જ્યારે એવો પણ કિસ્સો છેકે, એક યુવક લગ્ન પહેલાં જ ગણભાવિ પત્ની એટલેકે, જે સત્સંગી નથી તેવા પરિવારને એવું કહીને પરવાનગી લીધી હોય કે તે લગ્ન બાદ હનીમૂન પર જવાને બદલે એક મહિલો શતાબ્દિ મહોત્સવમાં સેવા કરવા માટે જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહંત સ્વામી કહ્યું મહોત્સવ પહેલાં જ લગ્ન લોઃ
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા અને પ્રાઇવેટ બેંકમાં ફરજ બજાવતાં સૌમિલ કમલેશ મોદીએ જણાવ્યું હતું કે હું 35 દિવસની સેવામાં જોડાયો છું. પ્રમુખસ્વામી વિશ્વવંદનીય સંત હતા. આ સેવા યજ્ઞમાં જોડાવું એક મોટો લહાવો છે. અમે વિચારતા હતા કે શતાબ્દી મહોત્સવ પહેલાં લગ્ન વિધિ રાખવી કે નહીં? પ્રમુખસ્વામી મહારાજ પત્રો દ્વારા માર્ગદર્શન આપતા હતા. એ જ શ્રુંખલામાં મહંત સ્વામી મહારાજને પત્ર લખીને અમે માર્ગદર્શન માગ્યું હતું. મહંત સ્વામી મહારાજે આશીર્વચન આપતાં કહ્યું, શતાબ્દી મહોત્સવ પહેલાં જ લગ્નવિધિ કરી દો. તો જ સજોડે શતાબ્દી મહોત્સવમાં સારામાં સારી સેવા થઈ શકે. અમે લગ્ન કરીને હાલ દંપતી મહોત્સવમાં સાથે મળીને સેવા કરી રહ્યાં છીએ.


નવદંપત્તીએ કહ્યું પહેલાં સેવા પછી હનીમૂનમાં પછી જઈશુંઃ
સૌમિલે જણાવ્યુંકે, લગ્ન કરીને તુરંત જ અમે સેવાકાર્યમાં જોડાઈ ગયા છીએ. ફરવા તો પછી પણ જવાશે. શતાબ્દી મહોત્સવ 100 વર્ષે એકવાર આવે છે આવો લ્હાવો ફરી નહીં મળે. તેથી કોઈ વસવસો ન રહી જવો જોઈએ. સૌમિલ મોદીનાં ધર્મપત્ની માનસીએ જણાવ્યુંકે, બાપાએ કહ્યું હતું કે આ મહોત્સવ એવો છે કે ન ભૂતો, ન ભવિષ્યતિ, એટલે સેવા અમારે અચૂક લેવી હતી. શતાબ્દીની સેવા સારી રીતે થઈ જાય અને પહેલા ગુરુ હરિનો રાજીપો પ્રાપ્ત કરી લઇએ પછી ફરવા જઇશું. અમે સત્સંગી હતા ત્યારે અમારો મેળાપ થયો.


લગ્ન પહેલાં જ મેં શતાબ્દિ મહોત્સવમાં સેવાનું વચન લીધું હતુંઃ
અમદાવાદમાં જ રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા રોનક બળદેવભાઇ ધુમાલે જણાવ્યું હતું કે મારા ધર્મપત્ની ગુણભાવિ છે. લગ્ન પહેલાં જ મેં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવામાં જવા અંગે વાત કરી હતી. તેઓ તૈયાર હતાં. શતાબ્દી મહોત્સવમાં સેવાનું નક્કી હોવાથી ફરવા જવાનું કોઈ પ્લાનિંગ હતું જ નહીં. હું 35 દિવસની સેવામાં છું. સેવા પુરી થયા બાદ ફરવા જઈશું.