આશ્કા જાની / અમદાવાદ : નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે આરોપી પ્રાણ પ્રિયા, પ્રિયા તત્વની કાયમી જામીન અરજી પર વધુ સુનવણી 11 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે .આજે આરોપીઓના વકીલની કોર્ટમાં રજુઆત હતી કે, અપહરણ જેવો કોઈ ગુનો બન્યો નથી. લગાવાયેલા તમામ આરોપ ખોટા છે માટે બંન્નેના જામીન અરજી મંજૂર કરવામાં આવે. સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી કે, હેબિયર્સ કોપર્સની અરજી હાલ હાઇકોર્ટમાં પેન્ડિગ છે. હજુ નિત્યનંદિતા ક્યાં છે તેની જાણ પોલીસ ને નથી. બંન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે વધુ સુનવણી 11 ડિસેમ્બર પર મોકૂફ રાખી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોર્ડની કામગીરીમાં જો શિક્ષકો ગુલ્લી મારશે તો કરવામાં આવશે સેંકડોનો દંડ


મંજુલા-વસંત કેસમાં કોર્ટે પણ સ્વિકાર્યું કે વગદાર લોકો કેસ નબળો પાડી શકે છે


અત્રે ઉલ્લેખનીય છેકે નિત્યાનંદ આશ્રમમાં યુવતીનાં અપહરણ કરીને ગોંધી રાખવાનાં કેસમાં ઝડપાયેલી બંન્ને સાધવીઓ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાની રેગ્યુલર જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, સાધવીઓને જામીન આપવામાં આવે તો સમાજ પર અસર થાય તેમ છે. આમ ગ્રામ્ય કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન અરજી ફગાવી દેતા બંન્ને સાધવીઓએ મીરજાપુર સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ નિત્યાનંદ આશ્રમના અનેક કેસ ચાલી રહ્યા છે. હાલ સમગ્ર આશ્રમ વિવાદમાં છે. ઉપરાંત ડીપીએસ સ્કુલ પણ વિવાદમાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube