રવિ અગ્રવાલ, વડોદરા: કોગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમદેવારોની પહેલી લિસ્ટ બહાર પાડી છે. જેમાં ગુજરાતના ચાર ઉમેદવારના નામ જાહેર કર્યા છે. તેમાંથી વડોદરા લોકસભા બેઠક માટે કોગ્રેસે પ્રશાંત પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પ્રશાંત પટેલને ઉમેદવાર જાહેર કરતાં જ કોગ્રેસ ખેમામાં ઉત્સાહનો માહોલ છવાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા કોગ્રેસ શહેર પ્રમુખ પ્રશાંત પટેલને કોગ્રેસે વડોદરા લોકસભા બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા છે. જેને લઈ કોગ્રેસ કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે. દાંડીયાબજાર સ્થિત કોગ્રેસ કાર્યલય ખાતે પ્રશાંત પટેલ પહોચ્યા જયાં કાર્યકરોએ તેમને હાર પહેરાવી મોઢૂ મીઠું કરાવી તેમનું સ્વાગત કર્યું. સાથે જ પ્રશાંત પટેલના સમર્થનમાં નારા લગાવ્યા. કોગ્રેસ કાર્યલયની બહાર કાર્યકર્તાઓએ ભારે આતશબાજી કરી પ્રશાંત પટેલના નામની જાહેરાતને વધાવી હતી. પ્રશાંત પટેલે કહ્યું કે હું કોગ્રેસનો નહી પરંતુ લોકોનો ઉમેદવાર બનીશ. સાથે જ પ્રશાંત પટેલે જીતનો દાવો પણ વ્યકત કર્યો છે.


પ્રશાંત પટેલના પ્રોફાઈલ
- વર્ષ 1996-97માં એમ એસ યુનિમાં એનએસયુઆઈમાં બન્યા વાઈસ પ્રેસિડન્ટ 
- 1999-2004 સુધી વડોદરા એનએસયુઆઈના પ્રમુખ રહ્યા 
- 2009-10માં ઈન્ડિયન યુથ કોગ્રેસમાં રાજસ્થાનના ઝાલાવાડ અને બારડમાં લોકસભા રિટર્નીંગ ઓફિસરની બજાવી ફરજ
- ગુજરાત પ્રદેશ કોગ્રેસના સેક્રેટરી રહ્યા છે
- ઓલ ઈન્ડિયા કોગ્રેસ કમિટીમાં એક વર્ષ માટે ડેલિગેટ સભ્ય રહ્યા 
- ડિસેમ્બર 2015 થી વડોદરા શહેર કોગ્રેસ પ્રમુખ તરીકે બજાવે છે ફરજ 
- ખેતી અને કંન્સ્ટ્રકશન વ્યવસાય સાથે જોડાયેલા 
- કોમર્સમાં સ્નાતક ડિગ્રી 
- પરિવારમાં પત્ની અને બે બાળકો 


વડોદરા પાલિકાના વિપક્ષ નેતા સહિત કોગ્રેસના યુવા કાર્યકરો પ્રશાંત પટેલના નામની જાહેરાત થતાં જ ખૂબ ઉત્સાહી છે. કોગ્રેસના યુવા કાર્યકરોએ પ્રશાંત પટેલને વડોદરા બેઠક પરથી જીતાડીશું તેવો પ્રણ લીધો છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...