વડોદરા : વડોદરામાં બગલામુખી મંદિરના પાખંડી તાંત્રિક અને દુષ્કર્મ કેસના આરોપી પ્રશાંત ઉપાધ્યાય હાલ જામીન પર છુટ્યો છે. જો કે હાલમાં તેના જામીન પુર્ણ થતા હોય પોલીસથી બચવા માટે ઉંઘની ગોળીઓ ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટના અંગે જાણ થતા પરિવાર દ્વારા તેને શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં પાંચ સ્થળે ખુલશે શાકભાજી માર્કેટ, મેયરે ટ્વીટ કરી નાગરિકોને અભિનંદન પાઠવ્યા

વડોદરા બગલામુખી મંદિરના તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાય પર છેતરપિંડી અને દુષ્કર્મ જેવા અનેક ગુના હતા. ગુજરાત હાઇકોર્ટ દ્વારા તેને 14 દિવસના જામીન મળ્યા હતા. જે આજે પુર્ણ થતા હોવાથી તેણે ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી. હાલ તો વડોદરાની ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.


નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની લોન અંગે સ્પષ્ટતા, આ પ્રકારે ઉદ્યોગ સાહસીકોને મળશે લોન

અત્રે ઉલ્લેખનીય છે કે, ઠગાઇનાં કેસમાં જેલવાસ ભોગવી રહેલા પાખંડી પ્રશાંત સામે તેની જ પૂર્વ અનુયાયી મહિલા દ્વારા ફરિયાદ દાખલ કરાવાઇ હતી. જેમાં તેના પર દુષ્કર્મ અને છેતરપીંડી જેવા અનેક દાવા કરવામાં આવ્યો હતો. પારિવારિક મુશ્કેલીઓથી ત્રાસેલી મહિલાઓને પ્રશાંત પોતાની જાળમાં ફસાવતો હતો. આવી મહિલાઓ સાથે પોતે તેને દૈવી સ્વરૂપ આપશે જેવા અલગ અલગ બહાના હેઠળ દુષ્કર્મ આચરતો હતો. અથવા તો તેની પાસેથી પૈસા પડાવતો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube