ગાંધીનગર: કોંગ્રેસના ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ ધારાસભ્ય પદથી રાજીનામું આપાવા માટે અધ્યક્ષના નિવાસ સ્થાને ગાંધીનગર પહોચ્યા હતા. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટા આંચકા મળી રહ્યા છે. આજે કોંગ્રેસના સૌરાષ્ટ્રના કદાવાર નેતા જવાહર ચાવડાએ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે, કે અલ્પેશ ઠાકોરના કારણે સાબરિયાને વિધાનસભાની ટીકીટ મળી હતી. પરસોત્તમ સાબરિયા નાની સિંચાઇ કૌભાંડમાં જામીન પર હતા તેમણે રાજ્ય સરકારના મંત્રી જયંતિ કવાડિયાને હરાવ્યા હતા. ભષ્ટાચારના કેસમાં સાબરિયા જામીન પર હતા. અને જો તે ભાજપમાં જોડાય તો તેમને નાની સિંચાઇમાં ચાલી રહેલા કેસમાં રાહત મળી શકે છે.


વધુમાં વાંચો...જવાહર ચાવડાએ પહેર્યો કેસરીયો ખેસ, કોંગ્રેસમાં મઝા નથી તેથી પક્ષ બદલ્યો


કોંગ્રેસમાંથી એક જ દિવસમાં બે ધારાસભ્યોએ રાજીનામું આપતા કોંગ્રેસના નેતાઓ ઉંઘતા ઝડપાઇ રહ્યા છે. મહત્વનું છે, કે છેલ્લા બે દિવસથી ભાજપ દ્વારા કોંગ્રેસના કેટલાક નેતાઓ સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો હતો. અને લાલચ આપીને ભાજપમાં જોડાણ કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હજી પણ બેથી ત્રણ ધારાસભ્ય આ લાઇનમાં હોય તેવી શક્યતાઓ છે.



મહત્વનું છે, કે જવાહર ચાવડાએ કોંગ્રેસ પાર્ટીને છોડીને ગાંધીનગર ખાતે કમલમમાં ખાતે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની હાજરીમાં જવાહર ચાવડાએ કેસરી ખેસ પહેરીનો ભાજપ સાથે જોડાયા હતા. જ્યારે જવાહર ચાવડાએ જણાવ્યું કે, હું મંત્રી પદ માટે ભાજપમાં જોડાયો નથી. અને વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રજાની સેવા કરવામાં કંઇક ખૂટતું હોય તેવું લાગે છે. માટે કોંગ્રસ છોડીને ભાજપ સાથે જોડાણ કર્યું હતું.