Heatwave Alert : ગુજરાતમાં માર્ચ મહિનામાં જ મે મહિના જેવો ઉકળાટ થઈ રહ્યો છે. ભારતના કેરળ રાજ્યમાં તો 54 ડિગ્રી જેવી ગરમી છે.  તાપમાન 45 ડિગ્રીથી વધુ અને હ્યૂમિડિટી 70 ટકાને પાર જતાં તાપમાન 50 ડિગ્રીથી વધુ હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતમાં આગામી બે દિવસ આકરી ગરમીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. કચ્છ, ગીર સોમનાથ અને પોરબંદરમાં હિટવેવની હવામાન વિભાગની આગાહી છે. તો આગામી દિવસોમાં 37 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. આવામાં રાજ્યની પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવાની માંગ ઉઠી છે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા સરકારને પત્ર લખી શાળાનો સમય બદલવા માંગ કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતે પત્ર લખી રાજ્યની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવાની માંગ કરી છે. સવારે 11 વાગ્યાથી ગરમી વધતી હોવાથી વિદ્યાથીઓને લૂ લાગવાની સંભાવના છે. જેનાથી બાળકો બીમાર પડી શકે છે. કેટલાક જિલ્લાઓમાં પાણીના સ્તર પણ નીચા જવાથી પાણી સમસ્યા સર્જાઈ શકે છે, તેથી શાળાનો સમય સવારનો કરવામાં આવે. 


હવે આ નથી રહ્યું ગાંધીનું ગુજરાત, ડ્રગ્સ અને દારૂની રેલમછેલના આંકડા સરકારે આપ્યા


[[{"fid":"431966","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"school_time_letter_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"school_time_letter_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"school_time_letter_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"school_time_letter_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"school_time_letter_zee.jpg","title":"school_time_letter_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે પત્રમાં લખ્યું કે, ચાલુ વર્ષે ગરમીનં પ્રમાણ ખૂબ જ છે અને હાલ ગરમીનો પારો એકદમ વધી રહ્યો છે. સવારે 11.00 કલાકથી જ ગરમીનું પ્રમાણ એકદમ વધે છે અને વિદ્યાર્થીઓ લૂ લાગવાથી બીમાર પડતા હોય છે. આવા અનેક કિસ્સા જોવા મળે છે. ગરમીના કારણે વિદ્યાર્થીઓની હાજરીમાં શૈક્ષણિક કાર્યમાં પણ તેની અસર જોવા મળે છે. સાથે અમુક જિલ્લાઓમાં પાણીના સ્તર ખૂબ નીચા જવાથી પાણીની સમસ્યા પણ હોય છે. આમ અગાઉના વર્ષોમાં પણ વધુ ગરમી અને પાણીની સમસ્યાના કારણે રાજ્યની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવામા આવ્યો હતો. ચાલુ વર્ષે પણ વધારે ગરમી અને પાણીની સમસ્યાના કારણે રાજ્યની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની વિનંતી છે. 


કાતિલાના અદા ધરાવતી ભાઉલીને લેડી ડોન બનવાના અભરખા જાગ્યા, પોલીસે ભણાવ્યો પાઠ