મોરબી: આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયા આજે મોરબીમાં સ્નેહ મિલનના કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે તેમણે હાજર રહેલા લોકોને આગામી દિવસોમાં દેશમાં હિન્દુઓની સરકાર બનાવવાની વાત કરી હતી અને તેના માટેના આયોજનની બ્લુ પ્રિન્ટ પણ બતાવી હતી સાથોસાથ દેશના વડાપ્રધાન નાદેન્દ્ર મોદી, ભાજપ અને આરએસએસ ઉપર પણ ઘણા પ્રહારો કર્યા હતા જેમાં ખાસ કરીને રામ મંદિર બનાવવાની વાત કરીને માંગ્ય બાદ સરકાર બની જતા “પહેલે શોચાલય ફિર દેવાલય” કહીને કેન્દ્રની સરકારને ટોણો માર્યો હતો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુ વાંચો...શંકરસિંહ વાઘેલા જોડાશે NCPમાં? લોકસભાની ચૂંટણીને લઇને થઇ શરદ પવાર સાથે વાતચીત


વિશ્વ હિંદુ પરિષદમાંથી જુદા થઈને આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદની રચના કરનારા આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયા આજે મોરબીમાં સ્નેહ મિલનના કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે આગામી દિવસોમાં લોકસભાની ચુંટણી આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને તેમણે દેશભરમાં સંગઠનને મજબુત કરવા માટેની જે કવાયત શરૂ કરી છે તેના ભાગ રૂપે મોરબીમાં પણ નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી.


વધુ વાંચો...જસદણમાં જામશે જંગ: કોંગ્રેસના આ 4માંથી એક બનશે ઉમેદવાર, હાઇકમાન્ડ મારશે મોહર 


સ્નેહ મિલનના કાર્યક્રમમાં હાજર રહેલા લોકોને સંભોધતા પ્રવીણભાઈ તોગડિયાએ કહ્યું હતું કે, અત્યાર સુધી હિન્દુઓએ જેને પણ સેનાપતિ બનાવ્યા છે તે તમામ ગદ્દાર નીકળ્યા છે. દેશમાં રામ મંદિર બનશે, દરેક યુવાનને રોજગાર મળશે, ખેડૂતોને આત્મહત્યા નહી કરવી પડે, મોંઘવારી કાબુમાં આવશે, દરેકના ખાતામાં 15–15 લાખ રૂપિયા આવશે તેવા સપના બતાવીને સત્તાના કેન્દ્ર સ્થાન સુધી પહોચેલા દેશના વડાપ્રધાનને આડે હાથે લેતા તેમણે કહ્યું હતું કે, ચુંટણી પહેલા દેવાલય બનાવવાની વાતો કરનારાએ ચુંટણી બાદ “પહેલે શોચાલય ફિર દેવાલય”નો રાગ કેમ શરૂ કરી દીધો છે તેનો વડાપ્રધાન, ભાજપ અને આરએસએસએ જવાબ આપવાની જરૂર છે.