ગુજરાતનો આંદોલનકારી ચહેરો અને લડાયક નેતા પ્રવીણ રામ AAP માં જોડાયા
જન અધિકાર મંચના લડાયક નેતા પ્રવીણ રામે આજે આમ આદમી પાર્ટી (AAP) નો ખેસ ધારણ કર્યો છે. જૂનાગઢના મનોરંજન સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં પ્રવીણ રામે આપનુ ઝાડુ પકડ્યુ છે. દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સાથેની બેઠક બાદ ગુજરાત પ્રભારી અને સ્થાનિક નેતાઓની હાજરીમાં આંદોલનકારી નેતા પ્રવીણ રામ (Pravin Ram) આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
- સૌરાષ્ટ્રના યુવા પર પ્રભુત્વ ધરાવતા બીજું મોટું નામ પણ આપ સાથે જોડાયું
- પ્રવીણ રામના આપમાં જોડાવાથી સૌરાષ્ટ્રના યુવા મતદારોનો પાર્ટીને લાભ મળી શકશે
ભાવિન ત્રિવેદી, જુનાગઢ :જન અધિકાર મંચના લડાયક નેતા પ્રવીણ રામે આજે આમ આદમી પાર્ટી (AAP) નો ખેસ ધારણ કર્યો છે. જૂનાગઢના મનોરંજન સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં પ્રવીણ રામે આપનુ ઝાડુ પકડ્યુ છે. દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સાથેની બેઠક બાદ ગુજરાત પ્રભારી અને સ્થાનિક નેતાઓની હાજરીમાં આંદોલનકારી નેતા પ્રવીણ રામ (Pravin Ram) આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
આ પણ વાંચો : Shocking!! મહિલાએ કપડા ધોવા વોશિંગ મશીન ખોલ્યુ તો અંદર સાપોનો ગુચ્છો ફરતો દેખાયો
પાટીદારો મતનો ફાયદો આપને થશે
જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે પ્રવીણ રામ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પ્રવીણ રામના આમ આદમી પાર્ટી (aap gujarat) માં જોડાવાથી સૌરાષ્ટ્રના યુવા મતદારોનો પાર્ટીને લાભ મળી શકે છે. બે દિવસ પહેલા દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સાથે પ્રવીણ રામની બેઠક થઈ હતી. જેના બાદ તેમણે કહ્યું હતું કે, દિલ્હીની સુવ્યવસ્થાથી હુ પ્રભાવિત થયો છુ. અમારી ટીમ બેસીને આપમાં જોડાવા વિશે નક્કી કરશે.
આ પણ વાંચો : માલેતુજાર પરિવારના નબીરાઓને રોડ પર રેસ લગાવવાનું લાયસન્સ કોણે આપ્યું? હિટ એન્ડ રનના CCTV મળ્યા
કોણ છે પ્રવીણ રામ
પ્રવીણ રામ ગુજરાતનો લોકપ્રિય ચહેરો છે. તેઓ જનઅધિકાર મંચના અધ્યક્ષ છે અને આંદોલનકારી ચહેરો છે. પ્રવીણ રામની લડતના કારણે ગુજરાતમાં લાખો પરિવારોને તેનો ફાયદો થયો છે. બેરોજગાર યુવાનો અને કર્મચારીઓમાં પ્રવીણ રામનો મોટો પ્રભાવ છે. પ્રવીણ રામના આપમાં જોડાવાથી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ફાયદો થઈ શકે છે. સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણી મનીષ સિસોદિયાની હાજરીમાં આપમાં જોડાયા હતા. ત્યારે હવે સૌરાષ્ટ્રના યુવા પર પ્રભુત્વ ધરાવતા બીજું મોટું નામ પણ આપ સાથે જોડાયું છે. જેનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને આગામી વિધાનસભાની ચૂંટણીમા થશે.