અમદાવાદ: વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ ડૉ પ્રવીણ તોગડિયાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તોગડિયાએ ચંદ્રમણી હોસ્પિટલમાંથી બહાર આવતા જ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે ક્રાઈમ બ્રાન્ચ અને તેના ચીફ જે કે ભટ્ટ પર અતિ ગંભીર આરોપો મૂક્યા હતા. ક્રાઈમ બ્રાન્ચને કોન્સ્પિરન્સી બ્રાન્ચ ગણાવીને તેના પર દિલ્હીના ઈશારે કામ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ક્રાઈમ બ્રાન્ચના જેસીસી સામે કાયદાકીય પગલા લેવાની પણ ચિમકી આપી છે. જે.કે.ભટ્ટના ફોનની ડિટેલ સાર્વજનિક કરવાની પણ માગણી કરી છે. તેમનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસથી તેઓ પીએમ સાથે સંપર્કમાં હતાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તોગડિયાએ એવો પણ આરોપ મુક્યો કે, જે.કે.ભટ્ટે દિલ્હીના પોલિટિકલ બોસના ઇશારે ષડયંત્ર કરી મારા દેશભક્ત કાર્યકરોને હેરાન કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. તેઓ દિલ્હીના ઈશારે કાયદો હાથમાં લઈ રહ્યા છે. આ અંગે જયારે ઝી 24 કલાકની ટીમે ક્રાઈમ બ્રાન્ચના સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો જો તેમને કેમેરા સમક્ષ કઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો