અતુલ તિવારી, અમદાવાદઃ  ગુજરાત યુનિવર્સીટી ખાતે સિન્ડિકેટ બેઠક મળી હતી. જેમાં નવા શૈક્ષણિક વર્ષની પ્રવેશ પ્રક્રિયા માટે GIPL ને કામગીરી સોંપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં 5 મે 2023થી નવા વર્ષની શૈક્ષણિક વર્ષની પ્રવેશ પ્રક્રિયા માટે પ્રિ- રજીસ્ટ્રેશન ઓનલાઈન શરૂ કરાશે. યુજીના તમામ કોર્સ જેમકે, બી.કોમ., બી.એ., બી.એસસી. બીબીએ, બીસીએ, એલએલબીની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત યુનિવર્સીટી દ્વારા આ વર્ષે કોમર્સ અને સાયન્સના બે તેમજ આર્ટ્સમાં એક રાઉન્ડ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે, ત્યારબાદ કોલેજને પ્રવેશ માટેની નિયમ મુજબ સત્તા સોંપવામાં આવશે. ગુજરાત યુનિવર્સીટી હસ્તકની 350 કોલેજોમાં અંદાજે 70 હજાર જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. પ્રતિ રજીસ્ટ્રેશન 68 રૂપિયા ચાર્જ પેટે GIPL ને ચુકવવામાં આવશે.


આ પણ વાંચોઃ કાનભા ગોહિલના 5 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસે ડમીકાંડમાં વધુ પાંચ લોકોની કરી ધરપકડ


પ્રવેશ પ્રક્રિયા માટે GIPL સિવાય GNFC અને NIC પાસેથી બીડ મંગાવવામાં આવી હતી. આ સિવાય ગુજરાત યુનિવર્સીટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલે કહ્યું કે, સમગ્ર પ્રવેશ પ્રક્રિયા જે તે વિભાગની કમિટી દ્વારા સમયસર પૂર્ણ કરાશે. આ સિવાય દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ સામે ગુજરાત યુનિવર્સીટી તરફથી કરાયેલી બદનક્ષીની ફરિયાદ મામલે ફરિયાદી રજિસ્ટ્રાર પિયુષ પટેલે કહ્યું કે આ કોર્ટ મેટર છે અને ઓફીસ બેરીયર હોવાને નાતે હાલ કોઈ ટિપ્પણી કરાસે નહીં.


ગુજરાત યુનિવર્સીટીની અટકી પડેલી ભરતી પ્રક્રિયા મામલે જાણવા મળ્યું કે આગામી ટૂંક સમયમાં ભરતી થવાની કોઈ શક્યતાઓ દેખાઈ નથી રહી, આ મામલે રજિસ્ટ્રાર પિયુષ પટેલને પૂછતાં તેમણે મૌન સેવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube