આ કાકાનું વ્યસનમુક્તિ માટે અનોખું અભિયાન: રમૂજી અંદાજમાં ગીતો ગાઈને 4200 લોકોનું વ્યસન છોડાવ્યું
શાળા કોલેજ, સરકારી કાર્યક્રમ, કથા, સપ્તાહ, કે પછી મીટીગોમાં પણ પ્રેમજીભાઈને બોલાવવામાં આવે છે અને પ્રેમજીભાઈ પોતાની આગવી રીતે લોકોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરે છે.
રઘુવીર મકવાણા/બોટાદ: જિલ્લાના ગઢડા શહેરમાં રહેતા ખેડૂત પ્રેમજીભાઈ હિહોરીયાનું વ્યસન મુક્તિ માટે અનોખા અંદાજમાં અભિયાન ચલાવી રહ્યા છે. પ્રેમજીભાઈ હિહોરીયા શાળા, કોલેજ, માંગલીક પ્રસંગો, સપ્તાહ સહિતના કાર્યક્રમોમાં જઈને પોતાના અનોખા અંદાજમાં ગીતો ગાયને છેલ્લા 11 વર્ષ થી વ્યસન મુક્તિઅભિયાન ચલાવે છે અને 4200 લોકોને વ્યસનથી મુક્ત કરાવ્યા છે. ત્યારે લોકો પણ પ્રેમજીભાઈના વ્યસન મુક્તિ અભિયાનને બિરદાવી રહ્યાં છે.
ફરી એકવાર છવાશે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો; અનેક ભાગોમાં થશે વરસાદ, જાણો ઘાતક આગાહી
ગઢડા શહેરમાં બસ સ્ટેન્ડ પાસે મોહનભાઈની પ્રતિમા પાસે રહેતા 58 વર્ષના પ્રેમજીભાઈ હિહોરીયા જેઓ ખેડુત છે અને ફક્ત ચાર ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. પોતે ખેતી કામ કરતા હતા તે સમયે તેઓને મશીનના કોઈ સપેરપારટ લેવા માટે રાજકોટ જવાનું થયું, ત્યારે તેમની સાથે જે ભાઈ હતા તેઓ માવા ખાતા હતા. જેથી પ્રેમજીભાઈ એ તેમને સમજાવી માવા ખાવાની ના પાડી. જેથી તેમની સાથે રહેલા માલપરા ગામના બાબુભાઈએ માવા બંધ કરી દિધા જેથી પ્રેમજીભાઈને થયું કે લોકો આપણી વાત માને છે ત્યારથી તેઓએ ધીમે ધીમે લોકોને વ્યસન મુક્તિ માટે સમજાવવાનુ શરૂ કર્યું અને ધીમે ધીમે 4200 લોકોએ વ્યસન મુક્ત કર્યા.
ગરબા આયોજકો માટે આરોગ્ય વિભાગની ગાઈડલાઈન : આ સૂચનાઓનું ફરજિયાત પાલન કરવુ પડશે
ગઢડાના પ્રેમજીભાઈ હિહોરીયા જેઓને કોઈ ફોન કરે એટલે તેઓ પોતાના ખર્ચે વ્યસન મુક્તિના કાર્યક્રમમાં જાય છે અને લોકોને વ્યસન છોડવા માટે અપિલ કરે છે અને લોકો પણ વ્યસન છોડે છે. શાળા કોલેજ, સરકારી કાર્યક્રમ, કથા, સપ્તાહ, કે પછી મીટીગોમાં પણ પ્રેમજીભાઈને બોલાવવામાં આવે છે અને પ્રેમજીભાઈ પોતાની આગવી રીતે લોકોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરે છે.
સૌરાષ્ટ્રના સિદસર જેવું જ પાટણ પાસે બનશે ખોડલધામ, આ તારીખે ખાતમુહૂર્ત, CM રહેશે હાજર
થોડાજ દિવસો પહેલાં ઉજળવાવ ગામે ખેડુતોની બેઠક યોજાઇ હતી. જેમા પ્રેમજીભાઈ હિહોરીયાએ વ્યસન મુક્તિ માટે પોતાના આગવા અંદાજમાં ગીત રજૂ કરવામાંઆવ્યુ હતું. જેનો વિડિયો સોશિયલ મીડિયા બહુ ચાલી રહ્યો છે. જે બાબતે પ્રેમજીભાઈ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે હું ભજન, કિર્તન, વ્યાખ્યાન દ્વારા લોકોને વ્યસનથી દૂર રહેવાઅપીલ કરું છું અને મેં આ માવા છોડવાનું ગીત ગાયું હતું ત્યારે હાલતો પ્રેમજીભાઈ હિહોરીયા પોતાના અનોખા અંદાજમાં વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે અને હજ્જારો લોકોને વ્યસન થી મુક્ત કરાવી રહ્યા છે.
ગુજરાતની આ જાણીતી ડેરીનું દૂધ પીતા હો તો સાવધાન, નમુના લેબમાં થયા ફેલ
ગઢડાના ખેડુત પ્રેમજીભાઈ હિહોરીયા દ્વારા ચલાવતા અનોખા વ્યસન મુક્તિ અભિયાનથી 15 થી 20 વર્ષ જુના માવાના વ્યસન હતા તેવા લોકોએ પ્રેમજીભાઈ દ્વારા અપાતા માર્ગદર્શન થી વ્યસન છોડી દીધા છે અને તમામ લોકોએ વ્યસનથી દૂર રહેવા લોકો અપીલ કરી રહ્યા છે. તેમજ પ્રેમજીભાઈ હિહોરીયા જે વ્યસન મુક્તિનું અભિયાન ચલાવે છે. તે ખરેખર સાચું છે ત્યારે લોકો પણ પ્રેમજીભાઈના વ્યસન મુક્તિ અભિયાનને બિરદાવી રહ્યા છે.
દિવાળી સુધરી! આ કંપની આપવાની છે છપ્પરફાડ રિટર્ન, 105 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ જાહેર