અમદાવાદ: ગણેશજીના વિસર્જનનો આજે અંતિમ દિવસ છે. ત્યારે રાજ્યમાં અનેક જગ્યાઓ પર વિનાયકના વિસર્જનને લઇને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં રીટ કરવામાં આવતા નદીઓમાં વિસર્જન પર પ્રતિબંધ લગાવામાં આવતા તંત્ર દ્વારા વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવામાં આવ્યા છે. પોલીસ દ્વારા અનેક જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"183398","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Visarjan-2","field_file_image_title_text[und][0][value]":"Visarjan-2"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Visarjan-2","field_file_image_title_text[und][0][value]":"Visarjan-2"}},"link_text":false,"attributes":{"alt":"Visarjan-2","title":"Visarjan-2","class":"media-element file-default","data-delta":"1"}}]]


અમદાવાદમાં વિસર્જનની તૈયારીઓ 
ગણેશ વિસર્જનને લઇને એ.એમ.સી દ્વારા 32 જેટલા કત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં મોટા ગણપતિના વિસર્જન માટે 30 જેટલી ક્રેન મુકવામાં આવી છે. જ્યારે તમામ કુંડ પાસે તકેદારીના ભાગ રૂપે એ.એમ.સીના 5 જેટલા અધિકારી સાથે ફાયરની ટીમ પણ તૈનાત રાખવામાં આવશે. જ્યારે ગણપતિની મોટ મૂ્ર્તિના વિસર્જન માટે 6 જેટલા વિશેષ કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની ઉંડાઇ 18 ફૂટ અને તેની લંબાઇ 102 ફૂટ જેટલી રાખવામાં આવી છે. જ્યારે વિસર્જન પહેલા એક કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. 


સુરતમાં ગણેશ વિસર્જનને લઈ ચુસ્ત બંદોબસ્ત 
સુરત જેવા મોટા શહેરમાં ગણપતિ વિસર્જનને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિનાયકના વિસર્જનને લઇને તકેદારીના બાગ રૂપે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં ત્રણ IGP, બે DIGP, 16 DCP તૈનાત કરી દેવામાં આવ્યા છે. સુરતના અલગ અલગ વિસ્તારોમાં 33 ACP, 89 PI, 385 PSI , SRPની 8 કંપની, BSFની 1 કંપની, RAF 1 કંપની, 4022 પોલીસ કોન્સ્ટેબલ તથા 5000 જેટલા હોમગાર્ડ  તૈનાત કરવામાં આવ્યા છે.