લોક રક્ષક દળની પરીક્ષાની તૈયારી પૂર્ણ, ગોઠવાયો ચુસ્ત પોલીસ ગોઠવાયો
રવિવારે રદ થયેલી લોક રક્ષક દળની પરીક્ષા યોજાવાની હોવાથી રાજ્યમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર જવા માટે રવાના થયા છે. અમદાવાદમાં 283 જેટલા સેન્ટરોમાં પરીક્ષા યોજાશે. તમામ સેન્ટરોમાં એક પીએસઆઇ, એક એએસઆઇ અને પોલીસ કોન્સટેબલ સહિતનો સ્ટફ દેખરેખ રાખશે.
અમદાવાદ: રવિવારે રદ થયેલી લોક રક્ષક દળની પરીક્ષા યોજાવાની હોવાથી રાજ્યમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર જવા માટે રવાના થયા છે. અમદાવાદમાં 283 જેટલા સેન્ટરોમાં પરીક્ષા યોજાશે. તમામ સેન્ટરોમાં એક પીએસઆઇ, એક એએસઆઇ અને પોલીસ કોન્સટેબલ સહિતનો સ્ટફ દેખરેખ રાખશે.
અમદાવાદમાં યોજાવનારી પરીક્ષામાં 71 ફ્લાઇંગ સ્કોવોડ સમગ્ર પરીક્ષાની દેખરેખ રાખશે. આ સિવાય ભરતી પરીક્ષામાં અમદાવાદ સિવાય અન્ય જિલ્લાઓના સેન્ટરો પર પણ પરીક્ષાની તૈયારી કરી લેવામાં આવ્યા છે. જ્યારે એસટી વિભાગ દ્વારા પણ ઉમેદવારો માટે સંચાલન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાંથી અત્યાર સુધીમાં 600 બસો દ્વારા 37 હજાર કરતા વધુ ઉમેદવારને લઈ જવાયા છે.
હાલોલ: પથ્થર સાથે સેલ્ફી લેવી પડી ભારી, સુરતથી પ્રવાસમાં આવેલા વિદ્યાર્થીનું મોત
જ્યારે ઝીરો ટીકીટ માટે 80,200 જેટલા ઉમેદવારોએ પ્રિ બુકીંગ કરાવ્યું હતું. જ્યારે એસ.ટી વિભાગ દ્વારા 5200 બસોની ફાળવણી થકી આશરે 8000 ટ્રીપ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. મહત્વનું છે, કે એસટી વિભાગ દ્વારા સમગ્ર સંચાલન પર ખાસ નજર રાખવામાં આવશે.