ચેતન પટેલ/ સુરત: રાજ્યમાં કોરોનાના ત્રીજા વેવને લઇને સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે કોરોનાના સંભવિત ત્રીજા વેવને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લામાં પણ તાડમાર તૈયારીઓ કરાઈ રહી છે. સુરત જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં બેડ સાથે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા તંત્ર જઈ રહ્યું છે. જેનો અંદાજિત રૂપિયા 10 કરોડનો ખર્ચો થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના સંભવિત ત્રીજા વેવને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લામાં પણ તાડમાર તૈયારીઓ કરાઈ રહી છે. સુરત જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં બેડ સાથે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા તંત્ર જઈ રહ્યું છે. કોરોનાના બીજા વેવમાં ઓક્સિજનની અછત બાદ સુરત જિલ્લા તંત્ર જાગ્યું છે. સુરત જિલ્લાના 14 CHC સેન્ટર પર 650 બેડ સાથે 300 થી 1000 લિટરના ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે. જેનો અંદાજિત રૂપિયા 10 કરોડનો ખર્ચો થશે.


આ પણ વાંચો:- SURAT: રાજ્યનું આંતરિક માળખું મજબૂત કરવા સરકાર પ્રતિબદ્ધ, 1360 લાખનાં કામો થશે


જિલ્લા કલેક્ટર સહિત સાંસદ, ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી તેમજ કંપનીઓ પાસેથી ફંડ એકત્ર કરવામાં આવશે. આ ઉપરાંત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આધુનિક જીનોમ સિક્વન્સીંગ ટેસ્ટ માટે મંજૂરી માંગવામાં આવી છે. ટેસ્ટ કરવા આઇસીએમઆરને પત્ર લખી મંજૂરી માંગી છે. ટેસ્ટ કરવાથી કોરોના વાયરસમાં બદલાવ થયો હોવાની જાણકારી મળે છે. ત્રીજા વેવના ખતરા સામે લડવા માટે સુરત પાલિકા તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.


આ પણ વાંચો:- કારીગરે હીરાના કારખાનામાં કર્યો હાથ ફેર્યો, પોલીસે શરૂ કરી તપાસ


પહેલા અને બીજા વેવ કરતાં વાયરસમાં બદલાવ આવે તેવી ભીતી વ્યક્ત કરવામાં આવી છે. ત્રીજા વેવના વાયરસમાં વેરિયન્ટમાં મોટો બદલાવ આવે અને ઘાતકી બની શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. પોઝિટિવ કેસ પર ખાસ નજર રાખવાનું શરૂ કરવામાં આવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube