36th National Games: આગામી ૩૬મી રાષ્ટ્રીય રમતો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ રમતોને લઈને રાજ્યના પાટનગરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહી ૩૬મી રાષ્ટ્રીય રમતોનો શુભારંભ કરાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રમતગમત મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આ રમતોનું સુચારું આયોજન થાય તે માટે ગાંધીનગરમાં યોજાનારી તમામ રમતો માટે પાટનગર સંપૂર્ણ સજ્જ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગરમાં જુદા-જુદા સ્થળોએ અલગ-અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા મંદિર ખાતે વેઈટલિફ્ટિંગ, જુડો, તલવારબાજી, વુશુ, કુસ્તી અને બોક્સીંગની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. આઈઆઈટી, ગાંધીનગર ખાતે ટ્રાયથલોન, સ્ક્વૉશ, એથલેટિક્સ,સૉફ્ટબોલ જેવી રમતો યોજાનાર છે. જ્યારે વલાદ ખાતે આવેલી ક્રાઉન શૂટિંગ એન્ડ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે શૂટિંગનું તથા પાટનગરના ‘છ’ માર્ગ ખાતે રોડ સાયક્લીંગનું આયોજન કરવામાં આવ્યું છે. 

ગાંધીનગર ખાતે કઈ રમતો ક્યારે અને ક્યાં યોજાશે - 


રમતનું સ્થળ

રમત

તારીખો

મહાત્મા મંદિર

વેઈટલિફ્ટિંગ

૩૦ સપ્ટેમ્બરથી ૦૪ ઓક્ટોબર

જુડો

૦૭ ઓક્ટોબરથી ૧૧ ઓક્ટોબર

તલવારબાજી

૩૦ સપ્ટેમ્બરથી ૦૪ ઓક્ટોબર

વુશુ

૦૮ ઓક્ટોબરથી ૧૧ ઓક્ટોબર

કુસ્તી

૩૦ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર

બોક્સીંગ

૦૫ ઓક્ટોબરથી ૧૨ ઓક્ટોબર

આઈઆઈટી, ગાંધીનગર

ટ્રાયથલોન 

૦૯ ઓક્ટોબરથી ૧૧ ઓક્ટોબર

સ્ક્વૉશ

૦૧ ઓક્ટોબરથી ૦૫ ઓક્ટોબર

એથલેટિક્સ

૩૦ સપ્ટેમ્બરથી ૦૪ ઓક્ટોબર

સૉફ્ટબોલ

૦૭ ઓક્ટોબરથી ૧૧ ઓક્ટોબર

છ-રોડ

સાયક્લીંગ 

૦૮ ઓક્ટોબરથી ૦૯ ઓક્ટોબર

ક્રાઉન શૂટિંગ અને સ્પોર્ટ્સ એકેડમી, વલાદ

શોટગન શૂટિંગ

૩૦ સપ્ટેમ્બરથી ૦૭ ઓક્ટોબર