IPLની આગામી સીઝન માટે ગુજરાત ટાઈટન્સની ટીમે કમર કસી, અત્યારથી શરૂ કરી દીધી એવી તૈયારીઓ કે...`
ગુજરાત ટાઇટન્સનાં હેડ કોચ આશિષ નહેરાએ કહ્યું કે, દરેક ટીમ IPL માં મજબૂત હોય છે અને બેસ્ટ કોમ્બિનેશન સેટ કરતી કરતી હોય છે. તમામ ટીમની જેમ અમે પણ કેટલાક ખેલાડીઓને રિલીઝ કર્યા છે, કેટલાક ખેલાડીઓ પર અમારી નજર રહેશે.
અતુલ તિવારી, અમદાવાદ: IPLની આગામી સીઝન માટે ગુજરાત ટાઇટન્સ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે. IPL 2022ની વિજેતા એવી ગુજરાત ટાઇટન્સ દ્વારા તેમના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 અને 9 ડિસેમ્બરનાં રોજ 52 જેટલા આશાસ્પદ ડોમેસ્ટિક સર્કિટના ખેલાડીઓના ટ્રાયલ લેવામાં આવ્યા હતા.
ગુજરાત ટાઇટન્સનાં હેડ કોચ આશિષ નહેરાએ કહ્યું કે, દરેક ટીમ IPL માં મજબૂત હોય છે અને બેસ્ટ કોમ્બિનેશન સેટ કરતી કરતી હોય છે. તમામ ટીમની જેમ અમે પણ કેટલાક ખેલાડીઓને રિલીઝ કર્યા છે, કેટલાક ખેલાડીઓ પર અમારી નજર રહેશે. જો કે અમે આખેય આખી ટીમ બદલવાના નથી એટલે અમારા ટીમ કોમ્બિનેશનમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી.
તેમણે ઉમેર્યું હતું કે, ઓક્સન માટે અમે જરૂરિયાત મુજબની તૈયારીઓ કરીશું અને જરૂર છે એવા ખેલાડીઓ અમે અમારી સાથે જોડવાનો પ્રયાસ કરીશું.
તો બીજી તરફ ગુજરાત ટાઇટન્સનાં ડાયરેક્ટર વિક્રમ સોલંકીએ કહ્યું હતું કે, ગુજરાત ટાઇટન્સ આઈપીએલના મીની ઓક્સન માટે તૈયાર છે. અમારી નજર સારા ફાસ્ટ બોલરોને પોતાની ટીમમાં સમાવવા પર રહેશે. અમે ખેલાડીઓના ટ્રાયલ લીધા છે જે અમારી માટે ખૂબ મદદરૂપ સાબિત થશે.