વડોદરા : બંધારણ દિવસની ઉજવણી અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સની શતાબ્દીને ધ્યાને રાખીને ચાલુ વર્ષે 80 ઓલ ઇન્ડિયા પ્રિાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું આયોજન 25-26 નવેમ્બર દરમિયાન કેવડિયા ખાતે આયોજીત થવાનું છે. ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ  ઓફિસર્સ કોન્ફરન્સનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આવતીકાલે સવારે 11 વાગ્યે કરવામાં આવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કાર્યક્રમમાં રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ હાજર રહેશે. લોકસભાના અધ્યક્ષ તથા વિવિધ રાજ્યોની વિધાનસભા, વિધાનપરિષદના અધ્યક્ષ તથા પ્રિસાઇડિંગ ઓફિસર્સ પણ આ બે દિવસના કોન્ફરન્સમાં હાજર રહેશે. જેના પગલે લોકસભા સ્પીકર પહેલા અમદાવાદ અને ત્યાંથી સી પ્લેન દ્વારા કેવડિયા ખાતે પહોંચ્યા હતા. 

દેશના ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ વડોદરા એરપોર્ટ આવ્યા હતા. જ્યાં તેમનું ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મેયર જીગીશા શેઠ, કલેક્ટર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશ્નર આર.સી બ્રહ્મભટ્ટે ઉપરાષ્ટ્રપતિને આવકાર્યા હતા. ત્યાંથી તુરંત જ તેઓ કેવડિયા જવા માટે રવાના થયા હતા. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતી કાલે સવારે 09.50 કલાકે વડોદરા એરપોર્ટ ખાતે પહોંચશે.  જ્યાંથી તેઓ 10 વાગ્યે કેવડિયા જવા માટે રવાના થશે. ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સમાં હાજરી આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 26 નવેમ્બરને લોકશાહિના ઇતિહાસમાં મહત્વપુર્ણ દિવસ માનવામાં આવે છે. આ દિવસને બંધારણ દિવસ કે સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષ પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ શતાબ્દિ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube