પરેશ ગજેરાએ ખોડલધામના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું, નરેશ પટેલે સંભાળી જવાબદારી
ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખપદેથી પરેશ ગજેરાએ રાજીનામું આપ્યું છે. પરેશ ગજેરાના રાજીનામા બાદ લાગી રહ્યું છે કે ખોડલધામ ટ્રસ્ટમાં વિખવાદ બંધ થવાનું નામ નથી લઇ રહ્યાં ત્યારે જ ટ્રસ્ટના પ્રમુખપદની જવાબદારી નરેશ પટેલે ફરી સંભાળી લીધી છે.
અમદાવાદ: ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખપદેથી પરેશ ગજેરાએ રાજીનામું આપ્યું છે. પરેશ ગજેરાના રાજીનામા બાદ લાગી રહ્યું છે કે ખોડલધામ ટ્રસ્ટમાં વિખવાદ બંધ થવાનું નામ નથી લઇ રહ્યાં ત્યારે જ ટ્રસ્ટના પ્રમુખપદની જવાબદારી નરેશ પટેલે ફરી સંભાળી લીધી છે. પરેશ ગજેરાએ એકાએક રાજીનામું આપતા અનેક તર્કવિતર્ક લગાવામાં આવી રહ્યાં છે. પરેશ ગજેરાના રાજીનામા બાદ અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. દિવસેને દિવસે ખોડલધામ ટ્રસ્ટમાં વિખાવાદ વધી રહ્યો છે.
આ પહેલાં નરેશ પટેલે પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું પરંતુ સમજાવટ બાદ રાજીનામું પરત ખેંચી લીધું હતું. તેમણે કહ્યું કે મારે કોઈની સાથે વિવાદ નથી. રાજીનામુ પાછું ખેંચ્યા બાદ નરેશ પટેલે નિવૃત્તીની ઈચ્છા જાહેર કરી છે. તેમણે કહ્યું કે પરેશ ગજેરા સાથે કોઈ વિવાદ નથી. તો હાર્દિક પટેલના આક્ષેપો પર સ્પષ્ટતા કરી કે ખોડલધામનું ભગવાકરણ થયું નથી.