અમદાવાદઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલ (રવિવાર)થી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ  કોવિંદ રવિવારે બપોરે 12 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. રાષ્ટ્રપતિ વિભિન્ન કાર્યક્રમોમાં હાજરી આપવા માટે ગુજરાત આવી રહ્યાં છે. રવિવારે અમદાવાદમાં કાર્યક્રમ બાદ સોમવારે રાષ્ટ્રપતિ વડોદરા જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિ આવતીકાલે બપોરે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ સાંજે 4 કલાકે ગુજરાત યુનિવર્સિટીના 66માં પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપશે. ત્યારબાદ સોમવારે રાષ્ટ્રપતિ વડોદરા ખાતે આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપવા જવાના છે. આ સમારોહમાં પણ રાષ્ટ્રપતિ દ્વારા દીક્ષાંત પ્રવર્ચન આપશે. 


એમએસ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ રામનાથ કોવિંદ સોમવારે બપોરે 3.45 કલાકે રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર સંકુલમાં અક્ષર દેરી સાર્ધ શતાબ્દી સમારોહમાં હાજરી આપવાના છે. આ કાર્યક્રમ બાદ સોમવારે સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દિલ્હી જવા રવાના થશે.  


રાષ્ટ્રપતિની ગુજરાત મુલાકાત દરમિયાન તમામ કાર્યક્રમોમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ રાષ્ટ્રપતિની સાથે રહેશે.