હિતલ પારેખ / ગાંધીનગર : પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાતમાં નાગરિકતા કાયદાને સમર્થન આપતું બિલ ગુજરાત વિધાનસભામાં પસાર થયા બાદ પત્રકારોને સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ગુજરાત આ પ્રકારનું બિલ પાસ કરનારુ પ્રથમ રાજ્ય બન્યું છે. ગૃહમંત્રી અમિત શાહે પોતાનાં ચૂંટણી ઢંઢેરામાં જાહેર કર્યા અનુસાર નાગરિકતા સંશોધન બિલ લાવ્યા છે. હવે તેમનું સમર્થન કરવું આપણી ફરજ છે. આ કાયદાને કારણે ગુજરાતના કચ્છ અને સાબરકાંઠામાં રહેતા 10 હજારથી પણ વધારે શરણાર્થીઓને નાગરિકતા મળશે. જો કે તે 10 ડિસેમ્બર 2014 પહેલા આવી ગયા હોય તે જરૂરી છે. તેમને ભારતનાં નાગરિકતા મળવાનાં કારણે નાગરિકોને મળતી તમામ સુવિધા સવલત અને માન મોભો મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CAAને સમર્થન આપતું બિલ વિધાનસભામાં બહુમતીથી પસાર, ગુજરાત બન્યું દેશનું પ્રથમ રાજ્ય

મુસ્લિમ દેશોમાં લઘુમતીનું ઉત્પીડન થાય છે
જો કે આ કાયદાનું સમર્થન કરતા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહે કહ્યું કે, પાકિસ્તાનમાં લઘુમતીની સંખ્યા 23 ટકા હતી જે આજે ઘટીને માત્ર 3 ટકા જ રહી ગઇ છે. જેનો સ્પષ્ટ રીતે અર્થ થાય છેકે પાકિસ્તાનમાં લઘુમતીઓનું ઉત્પીડન થઇ રહ્યું છે. અફઘાનિસ્તામાં 2 લાખથી વધારે હિંદુઓ વસતા હતા પરંતુ આજે માત્ર પાંચસો હિંદુઓ વસે છે. જેનો સ્પષ્ટ અર્થ છે કે તેઓનું ઉત્પીડન થઇ રહ્યું છે. જ્યારે ભારતમાં લઘુમતીઓ સંખ્યામાં વધારો થયો છે 14 ટકા થી વધારો થયો છે. જેથી અહીં લઘુમતીઓ પર કોઇ અત્યાચાર થતો નથી તે સાબિત થાય છે. 


વિધાનસભા સત્રમાં અછોડા તોડવાનો મુદ્દો ચર્ચાયો, પાંચ વર્ષમાં 3 હજાર ઘટનાઓ નોંધાઇ

કોંગ્રેસ દ્વારા મતોની તૃષ્ટીકરણની રાજનીતિ
કોંગ્રેસ દ્વારા પહેલાથી જ રાજનીતિક તૃષ્ટીકરણની રાજનીતિ કરતું રહ્યું છે. સીએએ અને એનઆરસી જેવા મુદ્દે પોતાનાં રાજકીય રોટલા શેકવા માટે લોકોમાં ભ્રામક પ્રચાર કર્યો હતો. તમામ લોકોએ પોતાની નાગરિકતા આપવી પડશે જેવો ભ્રામક પ્રચાર કરીને લોકોને ગુમરાહ કર્યા હતા. પરંતુ અમે જે સમગ્ર બિલ છે તેના કેટલા મહત્વનાં મુદ્દા અને સત્ય વિધાનસભા સમક્ષ રજુ કર્યું છે. 


સુરત: એક વર્ષ સુધી પુત્રી પર જ દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા કરનાર નરાધમ પિતાને ફાંસી


વૈશ્વિક લઘુમતીઓને શરણ આપતો એકમાત્ર દેશ
હિંદુઓ માટે એકમાત્ર શરણ લેવું હોય તો એ ભારત એકમાત્ર દેશ છે. પાકિસ્તાનમાં હિન્દુ મંદિરો પાડીને મસ્જિદો બનાવવામાં આવી રહી છે. જો મુસ્લિમોએ બીજા દેશમાં શરણ લેવું હોય તૌ વિશ્વમા 150 દેશો છે, પરંતુ હિન્દુઓએ બીજા દેશમાં શરણ લેવું હોય તૌ માત્ર ભારત એક દેશ છે. માટે વૈશ્વિક લઘુમતી જેવા કે હિંદુ, શીખ, પારસી, બૌદ્ધ વગેરેનું રક્ષણ કરવું આપણી ફરજ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube