ગાંધીનગર : ગુજરાત રાજ્યનાં અગ્ર આરોગ્ય સચિવ દ્વારા આજે પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. જેમાં તેમણે કોરોનાની સાંજ સુધીની સ્થિતી અંગે માહિતી આપી હતી. રાજ્યમાં હાલ જે પ્રકારે લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહ્યું છે તેવી સ્થિતીમાં રાજ્ય સરકાર દ્વારા સર્વેલન્સનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું સતત મોનિટરિંગ પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના અંગે આંકડાકીય માહિતી આપતા અગ્ર આરોગ્ય સચિવે જણાવ્યું કે, આજે 112 કેસનો વધારો થયો છે. જ્યારે કુલ 13 લોકોનાં મોત નિપજ્યા છે. અને 8 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં કુલ 80 કેસ નોંધાયા છે. સુરતમાં કુલ 9 કેસ નોંધાયા છે. અરવલ્લીમાં 4 કેસ, બનાસકાંઠામાં 5, ભરૂચમાં 1, બોટાદમાં 2, મહેસાણામાં 1, સાબરકાંઠામાં 1, વડોદરામાં 6, દાહોદ 1, નવસારીમાં 1, વલસાડમાં 1 આ પ્રકારે કુલ 112 નવા કેસ નોંધાયા છે.  જેમાં 73 પુરૂષ અને 39 સ્ત્રીઓનો સમાવેશ થાય છે.  આ રીતે કુલ અત્યાર સુધીમાં 2178 કુલ ગુજરાતનાં દર્દીઓ થાય છે. જે પૈકી 14 લોકો વેન્ટિલેટર પર છે અને 139 લોકો સ્ટેબલ છે. 90 લોકોનાં મૃત્યુ નિપજ્યાં છે. 

આ ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન 3513 કુલ ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 239 પોઝિટિવ અને 3274 લોકો નેગેટિવ આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 36829 ટેસ્ટ કરવામાં આવ્યા જે પૈકી 2178 પોઝિટિવ આવ્યા છે અને 34651 લોકો નેગેટિવ આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં આજે કુલ 3 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 1, આણંદમાં 1, કચ્છમાં 1, મહેસાણામાં 2, ગીર સોમનાથમાં 1 આ પ્રકારે કુલ 8 લોકોને આજનાં દિવસમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 
આ ઉપરાંત જો નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો વિશ્વમાં આજે કોરોનાના પોઝિટિવ કેસ 72846 નોંધાયા, ભારતમાં 386 અને ગુજરાતમાં આજનાં દિવસમાં 112 નવા કેસ નોંધાયા છે. આ પ્રકારે વિશ્વમાં કુલ 23146221 કેસ થયા છે જ્યારે ભારતમાં 18985 કેસ નોંધાયા છે અને ગુરાતમાં કુલ 2178 કેસ નોંધાયા છે.  જ્યારે વિશ્વમાં કુલ 157847 લોકોનાં મોત નિપજ્યાં છે ભારતમાં આ સંખ્યા 603 છે જ્યારે ગુજરાતમાં આ સંખ્યા 90 પર પહોંચી છે. 

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 104 નંબર પર કુલ 50677 કોલ આવ્યા હતા જે પૈકી કોલનાં આધારે સારવાર આપવામાં આવી હોય તેવા વ્યક્તિઓની સંખ્યા 1355 લોકો છે. આ ઉપરાંત હોમ ક્વોરોન્ટિન કરવામાં આવેલા લોકોની સંખ્યા 26590 છે જ્યારે સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા હોય તેવા લોકોની સંખ્યા 3436 છે. આ ઉપરાંત પ્રાઇવેટ ફેસિલિટીમાં કુલ 328 લોકોને મુકવામાં આવ્યા છે. આ પ્રકારે કુલ કોરોન્ટીન 30354 લોકો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube