કોરોના મહામારીના પગલે લોકડાઉનની સ્થિતી અંગે રાજકોટ પોલીસ કમિશ્નરની પત્રકાર પરિષદ
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પત્રકાર પરિષદ યોજી હતી. કોરોનાના વધતા કેસને લઇ પોલીસ કમિશનરની પત્રકાર પરિષદ કોરોના પોઝિટિવ દર્દીના મોબાઇલ ટ્રેસ કરી છેલ્લા સપ્તાહ દરમિયાન સંપર્કમાં આવેલ લોકોને કોરોન્ટાઇન કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અંગે કરવામાં આવશે કડક કાર્યવાહી.
રક્ષિત પંડ્યા/રાજકોટ : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પત્રકાર પરિષદ યોજી હતી. કોરોનાના વધતા કેસને લઇ પોલીસ કમિશનરની પત્રકાર પરિષદ કોરોના પોઝિટિવ દર્દીના મોબાઇલ ટ્રેસ કરી છેલ્લા સપ્તાહ દરમિયાન સંપર્કમાં આવેલ લોકોને કોરોન્ટાઇન કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અંગે કરવામાં આવશે કડક કાર્યવાહી.
નિયમનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ફોર વહીલરમાં ડ્રાઇવર સહિત 3 લોકો, ટુ વહીલર 2 લોકો અને રિક્ષામાં ડ્રાઇવર સહિત 3 લોકો જ બેસી શકશે. કોરોના સંક્રમણ અટકાવવા પોલીસ દ્વારા કરાવવામાં આવશે કડક કાર્યવાહી. રાજકોટ પોલીસે લોકડાઉન તથા અનલોક દરમિયાન કરેલ કામગીરીના અનુસંધાને પણ સંક્ષીપ્ત વિગતો આપી હતી.
જાહેરનામા ભંગ બદલ 4315 કેસ કરી 5273 આરોપી પકડી પાડવામાં આવ્યા છે. સોશિયલ ડિસ્ટન્સના 11,732 કેસ કરી 12910 આરોપી પકડી પાડવામાં આવ્યા છે. જાહેર સ્થળ પર માસ્ક ન પહેરનાર અને થુંકવા બદલ 1 લાખ 90 હજાર 974 કેસ કરવામાં આવ્યા છે. દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સ ભંગ બદલ 1187 કેસ કરવામાં આવ્યા છે. ડ્રોન કેમેરા મદદથી 1482 કેસ કરવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube