ગૌરવ પટેલ, અમદાવાદ : રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા નિયમિત રીતે રોજ પત્રકાર પરિષદ યોજીને રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિની માહિતી આપે છે.  આજે તેમણે માહિતી આપી છે કે રાજ્યમાં લૉકડાઉનનો કડકાઈથી અમલ થશે અને લોકો જો લૉકડાઉન તોડશે તો કાર્યવાહી થશે. લૉકડાઉનમાં ટેક્સી કે રીક્ષાને પરવાનગી અપાઈ નથી અને જો આવા ધંધાદારી વાહનો ઝડપાશે તો કાર્યવાહી થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે લોકોને ભીડ એકઠી ન કરવા ચીમકી આપી છે અને કહ્યું કે જો ભીડ સર્જાય તો 100 નંબર પર પોલીસને જાણ કરવી. ગઈકાલે 10,488 વાહનો જપ્ત થયા છે. લૉકડાઉનમાં બીજી વાર વાહન પકડાશે તો કાર્યવાહી થશે. ઉપરાંત લોકો એ પણ ધ્યાનમાં રાખે આવશ્યક વસ્તુઓ લેવા માટે ખાનગી વાહનોને છૂટ છે. રીક્ષા કે ટેક્સી મળી આવશે તો જપ્ત થશે.


રાજ્યના પોલીસ વડાની પ્રેસ કોન્ફરન્સની હાઇલાઇટ્સ


  • કન્ટેનમેન્ટ એરિયામાં સખત અમલ કરાવવામાં આવશે. 

  • ભીડ દેખાય તો 100 નંબર પર ફોનથી માહિતી આપો, જેથી તાત્કાલિક કાર્યવાહી થાય. 

  • ગઈકાલે 100 નંબર પર આવેલા ફોનના આધારે 45 ગુના નોંધાય છે જ્યારે ડ્રોનની મદદથી 363 ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

  • બોટાદમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી ઝડપાઈ છે. આ વાહન દૂધ વિતરણ માટે પાસ આપવામાં આવ્યો હતો જેમાં દારૂની હેરાફેરી કરવામાં આવી હતી. 

  • ગઈકાલે 5770 વાહનો ગઈકાલે ડિટેન્શનમાંથી મુક્ત કર્યા છે.

  • સોસાયટીના CCTV આધારે આજ સુધીમાં 291 ગુનાઓ દાખલ કરી 504 લોકોની અટકાયત કરવામાં આવેલ છે.

  • અફવાઓને પણ પોલીસ આંતરી રહી છે. 

  • પોલીસે ડ્રોનથી ગઈકાલે 363 ગુના નોંધ્યા.

  •  અત્યારસુધી 8910 ગુના દાખલ કરી 17768 લોકોની ધરપકડ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube