હિતલ પારેખ/ ગાંધીનગર : હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતી છે. હાલ તંત્ર તમામ પ્રકારે લોકોને રાહત મળી રહે તેવા પ્રયાસો કરી રહ્યું છે. હાલ આ સ્થિતીને જોતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. આ પત્રકાર પરિષદ દરમિયાન તેમણે કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રાજ્યના પુરવઠ્ઠાની સ્થિતી અંગે પણ ચર્ચા કરી હતી. આ ગુજરાતનાં દરેક નાગરિકને ભોજનનો પુરવઠ્ઠો મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે વિગતો આપતા તેમણે જણાવ્યું કે,
- 1 લાખ ક્વિન્ટલ થી વધુ શાકભાજીની આવક થઇ છે
- 1070 હેલ્પ લાઇનમાં ગઈકાલે 428 કેટલા કોલ કર્યા
- 1077 હેલ્પ લાઈનમાં જે જિલ્લા કક્ષાએ કાર્યરત છે 898 કોલ મળ્યા છે
- દૂધનું વિતરણ રાબેતા મુજબ ચાલી રહ્યું છે
- સવા બે લાખ જેટલા પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે જેનાથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ રાબેતા મુજબ મળી રહે
- ૩૨ લાખ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે
- ૧૦ હજારથી વધુ લોકો આશ્રયસ્થાનોમાં છે
- ખાનગી ડોક્ટરોની રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે N95 માસ્ક આપવામાં આવશે
- પર્સનલ પ્રોટેકશન સાધનો જિલ્લા કક્ષા સુધી રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે
- કોરોનાના કહેરની વચ્ચે સ્વાઈન ફ્લુનાં કારણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એક દર્દીનું મોત...
- ગઇ કાલે ગાંધીનગર સિવિલ મા થયુ આ દર્દી નું મૃત્યુ થયુ....
- ગાંધીનગર સિવિલમાં દર્દી ને દાખલ કરાયા નાં એક કલાક મા જ તેનુ મૃત્યુ થયુ....
- મુત્યુ પહેલા લેવાયેલા સેમ્પલ મા સ્વાઇન ફલૂની અસર હોવાનું માલુમ પડ્યું...
- રાયસણના વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.જેથી તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
- ગાંધીનગર સિવિલ મા કુલ 5 કેસો સ્વાઇન ફલૂ નાં હતાં જેમાથી 1 નું મૃત્યુ થયુ જ્યારે 4 ને ડીસચાર્જ કરી દેવામાં આવ્યાં છે..
- ખાનગી ડોક્ટરોને N95 માસ્ક 25000 આપશે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન ને આપશે તેઓ ખાનગી ડોક્ટરોની આપશે
- રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે મુખ્યમંત્રીએ નિર્ણય લીધો
- રાજ્ય સરકાર સામે પડકાર હતો 66 લાખ લોકોને રેશનકાર્ડ અનાજ આપવું સવા ત્રણ કરોડની વસ્તી નો સમાવેશ થાય છે
- ઘઉં ચોખા દાળ ખાંડ મીઠું અત્યાર સુધીમાં અઢી દિવસમાં જ ૩૧ લાખ કરતાં વધારે લોકોને આપી દેવામાં આવ્યું છે