રક્ષિત પંડ્યા/રાજકોટ: શહેરનાં પોપટપરા વિસ્તારમાં ત્યક્તાને માથામાં પ્રેશર કુકર મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. બુટલેગર યાકુબ મોટાણી, તેની પત્ની અને સાળીએ ત્યક્તાને મારમાર્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી યાકુબ મોટાણી, તેની પત્ની અને સાળીની ધરપકડ કરી લીધી છે.મહિલાનું નામ છે હમીદા સલીમ રૂંજા. હવે આ મહિલા માત્ર તસ્વિરમાં જ જોવા મળશે. કારણ કે, તેની હત્યા કરી દેવામાં આવી છે. સમગ્ર મામલા પર નજર કરીએ તો, રાજકોટનાં પોપટપરા શેરી 18માં રહેતી હમીદા રૂંજા અને તેનો પુત્ર અસ્પાક બુધવારે પોતાનાં ઘરે હતા. ત્યારે બુટલેગર યાકુબ મોટાણી, અનિષા યાકુબ મોટાણી અને તેની બહેન પરવીન ઉર્ફે હકુ સહિત સાત શખ્સો મૃતક હમીદાનાં ઘરે આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં 200 રૂપિયામાં 'વહીવટ' કરતા TRB જવાનનો વીડિયો વાઇરલ


ઘોકા અને પાઇપ વડે માથાકુટ કર્યા બાદ આરોપી અનિષાએ મૃતક હમીદાનાં માથાનાં ભાગે પ્રેશર કુકર મારી દેતા ઢળી પડી હતી અને આરોપી ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં હમીદાને સારવાર માટે ખસેડી હતી જ્યાં તેનું મોડી રાત્રે મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. જેને આધારે પોલીસે આરોપી બુટલેગર યાકુબ મોટાણી, તેની પત્ની અનિષા અને સાળી પરવીન ઉર્ફે હકુની ધરપરડ કરી લીધી હતી.


પરીક્ષા ચોરીમાં ઝડપાયેલા વિદ્યાર્થીએ માફી પત્ર લખતા પ્રિંસિપાલ સાથે કર્યું એવુ કામ કે...


જૂનાગઢ ફોરેસ્ટ વિભાગે સિંહના નખનો બિનકાયદેસર વેપાર કરતી ગેંગનો પર્દાફાશ


શા માટે હત્યાને આપ્યો અંજામ
પોલીસનાં કહેવા મુજબ, મૃતક હમીદાના પુત્ર અસ્પાકને જંક્શન પ્લોટમાં રહેતા આરોપી યાકુબની પત્ની અનિષા ઉર્ફે ફાતિમાએ ફડાકા ઝીંકી દીધા હતા. જેથી અસ્પાકે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેનો ખાર રાખીને આરોપીએ અસ્પાકનાં ઘરે ઝઘડો કરવા પહોંચ્યા હતા. જેમાં મૃતક હમીદા વચ્ચે પડતા આરોપીઓએ તેને પણ મારમાર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. પોલીસે સીસીટીવી કબજે કરી તપાસ શરૂ કરી છે. પોલીસનાં કહેવા મુજબ, આરોપી યાકુબનાં મકાનમાં મૃતક હમીદા અગાઉ ભાડે રહેતી હતી. ત્યારબાદ તેને તેનાં પતિ સાથે છુટાછેડા થઇ જતા તે પોતાનાં પુત્ર સાથે પોપટપરામાં રહેવા જતી રહી હતી. આરોપીઓ અને મૃતક સબંધીઓ હોવાથી ઘણાં સમય થી પારીવારીક ઝધડો ચાલી રહ્યો છે.


પરિક્ષા જ નથી આપી એ યુવરાજસિંહ નેતા, હવે વિદ્યાર્થીઓને રઝળાવી ગાયબ !


 


પોલીસનાં કહેવા મુજબ, આરોપી યાકુબ મોટાણી પર 50 કરતા વધુ પ્રોહિબિશનનાં ગુના નોંધાય ચુક્યા છે. વર્ષ 2017માં ક્રાઇમ બ્રાન્ચે આરોપી યાકુબને વાપી થી ધરપકડ કરી હતી. જોકે ચાર વખત પાસા થયા બાદ આરોપી ત્રણ મહિના પહેલા જ પાસામાંથી છુટ્યો હતો. મૃતકની લાશ પાસે થી ઝેરી દવાનાં ટીપા મળી આવ્યા છે. ત્યારે પોલીસે મૃતકનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ પણ કરાવ્યું છે. જો ઝેરી દવા પીવડાવ્યા હોવાનું સામે આવશે તો વધુ કલમોનો ઉમેરો કરી તપાસ તેજ કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube